‘હાઉસફુલ 5’ના ક્લાઈમેક્સનો થયો ખુલાસો! જાણો કોણ છે અસલી કિલર

અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ 5' થિએટરમાં રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મ તેના ડ્યુઅલ ક્લાઈમેક્સ '5A' તેમજ '5B'ને કારણે ચર્ચામાં આવી છે. ફિલ્મ મેકર્સે પહેલા જ કહી દીધું હતું કે, 'હાઉસફુલ 5'ના ડ્યુઅલ ક્લાઈમેક્સમાં કિલર અલગ હશે. એવામાં ફેન્સ જાણવા માટે આતુર છે કે, 'હાઉસફુલ 5'માં કિલર કોણ છે?

‘હાઉસફુલ 5’ના ક્લાઈમેક્સનો થયો ખુલાસો! જાણો કોણ છે અસલી કિલર
| Updated on: Jun 07, 2025 | 4:10 PM

અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ 5’ થિએટરમાં રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મ તેના ડ્યુઅલ ક્લાઈમેક્સ ‘5A’ તેમજ ‘5B’ને કારણે ચર્ચામાં આવી છે.  ફિલ્મમાં ડ્યુઅલ ક્લાઈમેક્સ હોવાથી ફેન્સ ઉત્સુક છે કે, ‘હાઉસફુલ 5’માં કિલર કોણ છે?

‘હાઉસફુલ 5’ને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મની ખાસ વાત એ છે કે, આમાં યુનિક ડ્યુઅલ-એન્ડિંગ ફોર્મેટ છે, જેમાં બે અલગ અલગ ક્લાઈમેક્સ બતાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ફેન્સમાં ‘હાઉસફુલ 5’ને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી છે. આ સિવાય કિલર કોણ છે તેને લઈને પણ દર્શકો તલપાપડ થયા છે. જો કે, આ દરમિયાન એક્ટર અને ફિલ્મ ક્રિટિક ‘KRK’એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

‘KRK’એ હાઉસફુલ 5નો કિલર રિવીલ કર્યો

‘KRK’એ એક્સ (Twitter) પર બે ટ્વીટ કરી છે. પહેલા ટ્વીટમાં તેણે લખ્યું કે, “મારું બોલીવૂડને લઈને જે અનુમાન હોય છે તે સાચું નીકળે છે, કારણ કે હું બોલીવૂડને ખુબ જ સારી રીતે ઓળખું છું. મેં પહેલેથી કહ્યું હતું કે, હાઉસફુલમાં કિલર ‘અભિષેક બચ્ચન’ છે અને તે સાચું નીકળ્યું.


બીજા ટ્વીટમાં KRK લખે છે કે, “હાઉસફુલ 5નું ફાઈનલ રિઝલ્ટ, રિયલ સન: બોબી દેઓલ છે. ‘હાઉસફુલ 5A’માં કિલર અભિષેક બચ્ચન અને ફરદીન ખાન છે, જ્યારે ‘હાઉસફુલ 5B’માં અભિષેક બચ્ચન અને ચિત્રાંગદા સિંહ કિલર છે. આ એક ટોપ ક્લાસ બકવાસ ફિલ્મ છે. મારી તરફથી આ ફિલ્મને ફક્ત 1 સ્ટાર.”

‘હાઉસફુલ 5’ઓપનિંગ ડે કલેક્શન

અક્ષય કુમારની ‘હાઉસફુલ 5’એ રિલીઝના પહેલા દિવસે 23 કરોડ રૂપિયા બોક્સ ઓફિસ પર છાપ્યા છે. આ ફિલ્મે હાઉસફુલ 4 (19.08 કરોડ) અને સ્કાય ફોર્સ (11.50 કરોડ)ના ઓપનિંગ ડે રેકોર્ડને પાછળ છોડી દીધા છે. ફિલ્મની કાસ્ટ ખુબ જ મજબૂત છે, જેના કારણે દર્શકોનું ધ્યાન ફિલ્મ તરફ ખેંચાયું છે. આશા છે કે, આ ફિલ્મ વિકએન્ડમાં ધમાકેદાર કમાણી કરશે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવુડના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો