Happy Mothers Day 2021: માતા સાથે મધર્સ ડેનાં આ દિવસને બનાવો વધુ ખાસ, જુઓ આ 5 ફિલ્મો

|

May 08, 2021 | 12:49 PM

જો તમે આ દિવસને વિશેષ બનાવવા માંગતા હોય, તો અમે તમને બોલીવુડની આવી 5 ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં માતાનું એ રૂપ બતાવવામાં આવ્યું છે જે તેમના બાળક માટે દુનિયાથી લડે છે.

Happy Mothers Day 2021: માતા સાથે મધર્સ ડેનાં આ દિવસને બનાવો વધુ ખાસ, જુઓ આ 5 ફિલ્મો
Happy Mothers Day 2021

Follow us on

મધર્સ ડે એક એવો દિવસ છે કે દરેક બાળક તેમની માતા માટે વિશેષ બનાવવા માંગે છે. એવું હોય પણ શા માટે નહી માંથી વધીને અને તેમનાથી વિશેષ પુરી દુનિયામાં બીજુ કોઈ નથી. તેથી માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. દરેકના જીવનમાં માતાની ભૂમિકા સૌથી અનોખી અને ભિન્ન હોય છે. મધર્સ ડે પર, બાળકો માતાને સ્પેશિયલ ફીલ કરાવા માટે કોઈ તક ચૂકતા નથી.

આખું વર્ષ જો માતા તમારા માટે સમર્પિત રહે છે, તો પછી આ એક દિવસ તમારી પણ ફરજ બને છે કે તેમના માટે કંઈક કરો જેને તે હંમેશા યાદ રાખે અને પોતાના માટે સ્પેશિયલ ફિલ કરે. જો તમે આ દિવસને વિશેષ બનાવવા માંગતા હોય, તો અમે તમને બોલીવુડની આવી 5 ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં માતાનું એ રૂપ બતાવવામાં આવ્યું છે જે તેમના બાળક માટે દુનિયાથી લડે છે. તો ચાલો જાણીએ તે ફિલ્મો વિશે …

મધર ઇન્ડિયા

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

નરગિસ દત્ત અને સુનીલ દત્ત અભિનીત ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ જે વર્ષ 1957 માં રિલીઝ થઈ હતી તે આજે પણ એક ફેવરેટ ફિલ્મ છે. આમાં, માતાનું પાત્ર એટલું જ મજબૂત બતાવવામાં આવ્યું છે જે કદાચ કોઈ અન્ય ફિલ્મમાં જોવા મળ્યું હોય. ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ વાર્તા એક એવી માતાની વાર્તા હતી, જેના પતિના મૃત્યુ પછી ખૂબ જ સંઘર્ષ સાથે તેમના બાળકોને ઉછેરે છે.

ઇંગ્લિશ વિંગ્લિશ

વર્ષ 2012 માં રિલીઝ થયેલી દિવંગત અભિનેત્રી શ્રીદેવીની ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશને આજે પણ લોકો ખૂબ પસંદ કરે છે. આ ફિલ્મ દરેક એવી ભારતીય મહિલાને સમર્પિત છે જે દરેક બાબતમાં કુશળ છે પરંતુ અંગ્રેજી ન બોલવામાં પાછળ રહી જાય છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે શ્રીદેવી અંગ્રેજીના અભાવને કારણે પોતાના જ ઘરમાં ગૌણતાથી જોવા મળે છે. આ ફિલ્મ દ્વારા શ્રીદેવીએ એ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે જો એક મહિલા વિચારી લે કે તે પરિવારની જવાબદારી સાથે તે બધુ કરી શકે છે જે તે કરવા માંગે છે.

મોમ

વર્ષ 2017 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મોમ’ માં શ્રીદેવી એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિક મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં, આર્ય નામની યુવતીની જિંદગી ત્યારે બદલાઈ જાય છે જ્યારે તેમની શાળાના કેટલાક છોકરાઓ દુષ્કર્મ કરે છે. આ પછી, તેમની સાવકી માતા એટલે કે શ્રીદેવી તેમને એક પાઠ ભણાવવા માટે એક જાસૂસની મદદ લે છે.

શક્તિ

આ ફિલ્મમાં કરિશ્મા કપૂરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની વાર્તા એક એવી માતાની છે જેનો પતિ મૃત્યુ પામે છે અને તેના સાસરિયાઓ તેમના બાળકને છીનવા માંગતા હતા. આ ફિલ્મનો દરેક સીન જોતાં તમારા રુવાડા ઉભા થઈ જશે. આ ફિલ્મમાં નાના પાટેકર અને શાહરૂખ ખાને પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ક્યા કહેના

અભિનેત્રી પ્રીતિ ઝિંટાની ફિલ્મ ક્યા કહના તેમની શ્રેષ્ઠ ફિલ્મ્સમાંની એક હતી. આ ફિલ્મમાં પ્રીતિ લગ્ન પહેલા તેના બોયફ્રેન્ડ સાથે ગર્ભવતી થઈ ગઈ છે પરંતુ તેનો બોયફ્રેન્ડ તેને અપનાવવાનો ઇનકાર કરે છે. આ પછી, તેનો પોતાનો પરિવાર પણ તેને સ્વીકારતો નથી. પરંતુ આ બધું હોવા છતાં, તે તેના બાળકને ગર્ભાશયમાં રાખે છે અને તેને જન્મ આપે છે.

Next Article