Happy Birthday : સિંગર એમી વિર્કનો સિંગિંગ અને એક્ટિંગ તરફનો ઝુકાવ હતો બાળપણથી, પહેલી જ ફિલ્મ બની સુપરહિટ

|

May 11, 2022 | 11:19 AM

તેનું શાનદાર સિંગલ 'કિસ્મત' વર્ષ 2017માં આવ્યું હતું જે ઘણું ફેમસ થયું હતું. આ ગીતના કારણે તે આખી દુનિયામાં જાણીતો બન્યો હતો. આ ગીત પછી તેને બૉલીવુડ (Bollywood) તરફથી ઘણા પ્રસ્તાવ મળવા લાગ્યા હતા.

Happy Birthday : સિંગર એમી વિર્કનો સિંગિંગ અને એક્ટિંગ તરફનો ઝુકાવ હતો બાળપણથી, પહેલી જ ફિલ્મ બની સુપરહિટ
Happy Birthday to Singer Ammy Virk (File Photo)

Follow us on

પંજાબી ફિલ્મોના (Punjabi Films) લોકપ્રિય એક્ટર અને સિંગર એમી વિર્કને (Ammy Virk) આજે કોણ નથી જાણતું… તેને દરેક વ્યક્તિ ઓળખે છે. એમી વિર્ક પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તી, એક્ટર અને સિંગર છે. લોકોને એમીના ગીતો ખૂબ જ પસંદ પડે છે. એક સમય એવો હતો કે, જ્યારે વેઈટર પણ એમીના ગીતો સાંભળવા માંગતા ન હતા. તેણે ઘણી ફિલ્મોમાં અભિનેતા અને ગાયક તરીકે કામ કર્યું છે. આજે તે પંજાબી ઉપરાંત હિન્દી ફિલ્મોમાં (Bollywood) પણ સક્રિય છે. એમીએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પણ ખાસ સ્થાન બનાવ્યું છે.

તે આજે જે પણ ફિલ્મમાં હોય તે ફિલ્મ હિટ થઈ જાય છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

એમીને નાનપણથી જ ગાયન અને અભિનય તરફ ઝુકાવ હતો

એમી વિર્કનો જન્મ 11 મે 1992ના રોજ નાભા, પંજાબમાં થયો હતો. એમીના પિતાનું નામ સરદાર કુલજીત સિંહ છે. એમીના પરિવારમાં તેના માતા-પિતા, 1 ભાઈ અને 1 બહેન પણ છે. એમીએ તેનું પ્રારંભિક શિક્ષણ લાહોરના માજરા ખાતે આવેલી સરકારી શાળામાંથી મેળવ્યું હતું. એમીએ શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોલેજનું શિક્ષણ, CGC લેન્ડ્રામાંથી બાયોટેકનોલોજી વિષય સાથે એમએસસી કર્યું છે.

એમી શાળાના અભ્યાસ દરમિયાન ગાયન અને અભિનય તરફ ખૂબ ઝુકાવ ધરાવતો હતો. કોલેજના દિવસોમાં એમીએ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. એમીએ સિંગિંગ માટે કોઈ તકનીકી શિક્ષણ લીધું નથી. તે જે કંઈ પણ સંગીત વિશે શીખ્યો છે, તે પોતાની મેળે જ શીખ્યો છે.

એમીની સગાઈ હિમાંશી ખુરાના સાથે થઈ હતી

એમી વિર્કે હજુ સુધી લગ્ન કર્યા નથી. હાલમાં, તે સિંગલ છે, અને તે કોઈને ડેટ કરી રહ્યો છે. એમી વિર્કે લોકપ્રિય અભિનેત્રી હિમાંશી ખુરાના સાથે સગાઈ પણ કરી હતી. પરંતુ તેમનો સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહિ , અને આ સ્ટાર કપલનું બ્રેકઅપ થઈ ગયું હતું.

એમીએ પોતાના કરિયરની શરૂઆત એક સિંગર તરીકે કરી હતી. તેણે સંગીત ક્ષેત્રે ઘણી ખ્યાતિ મેળવી છે. એમીએ વર્ષ 2013માં તેનું પહેલું આલ્બમ બહાર પાડ્યું છે, જેનું નામ ‘ઝેટિઝમ’ હતું.

જો કે, તેણે 2011થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના દ્વારા લોન્ચ થયેલા લોકપ્રિય ગીતોમાં, યાર આમલી, જાત દા સહારા, કિસ્મત, ફિર મોહબત 2.0 વિગેરે ખૂબ પ્રખ્યાત થયા છે.

વર્ષ 2015માં એમીએ પંજાબી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું

તેનું ગીત ‘કિસ્મત’ વર્ષ 2017માં આવ્યું હતું જે ઘણું ફેમસ થયું હતું. વર્ષ 2015માં એમીને ફિલ્મમાં પહેલો બ્રેક મળ્યો હતો. વર્ષ 2015માં તેણે ફિલ્મ ‘અંગ્રેજી’માં કામ કર્યું હતું. આ ફિલ્મ તે સમયે સુપરહિટ સાબિત થઈ હતી. એમીને પીટીસી પંજાબી ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ ડેબ્યુ ફિલ્મ એક્ટરનો એવોર્ડપણ મળ્યો હતો.

એમીએ આ ફિલ્મ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. આ ફિલ્મ પછી બમ્બુકટ, અરદાસ, લાંબી લચી અને કશ્મકશ અને નિક્કા ઝેલદાર જેવી ફિલ્મોમાં પણ તેણે પોતાના અભિનયનો જાદુ પાથર્યો હતો.

તે હિન્દી ફિલ્મોમાં, અજય દેવગન સાથે ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ અને ’83’ ફિલ્મમાં રણવીર સિંહ સાથે પણ જોવા મળ્યો હતો.

 

Next Article