Rekha Birthday : જ્યારે અમિતાભ સાથે અફેરની વાત પર રેખાએ કર્યો હતો ખુલાસો, જણાવ્યુ હતુ કેમ બિગબીએ સાધી હતી ચુપ્પી

|

Oct 10, 2021 | 9:34 AM

Happy Birthday Rekha : રેખાએ તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમિતાભ બચ્ચન જયા બચ્ચનને છોડવા માંગતા નથી કારણ કે તેમને કોઈને દુખ પહોંચાડવું ગમતું નથી. રેખાએ હંમેશા તેના અને અમિતાભના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી છે

Rekha Birthday : જ્યારે અમિતાભ સાથે અફેરની વાત પર રેખાએ કર્યો હતો ખુલાસો, જણાવ્યુ હતુ કેમ બિગબીએ સાધી હતી ચુપ્પી
rekha revealed once why amitabh bachchan keep quiet always on relationship with her

Follow us on

તમને અભિનેત્રી રેખાની (Rekha) ફિલ્મ ‘ખુબસુરત’નું તે ગીત યાદ હશે, જેમાં રેખાએ તમામ નિયમો તોડવાની વાત કરી હતી. આ ફિલ્મમાં જે રીતે રેખા નિર્ભય દેખાતી હતી, તે તેના વાસ્તવિક જીવનમાં પણ છે. આજે બોલિવૂડ અભિનેત્રી રેખાનો (Bollywood Actress Rekha) જન્મદિવસ છે. રેખા આજે એટલે કે રવિવારે પોતાનો 67 મો જન્મદિવસ (Rekha Birthday) ઉજવી રહી છે. રેખાને હંમેશા તેમના રંગ અને તેના અંગત જીવન માટે આંકવામાં આવી હતી. તે કહેવું ખોટું નહીં હોય કે તે બોલિવૂડની એ અતૂટ કલાકાર છે જેણે આજે તે જ્યાં છે ત્યાં પહોંચવા માટે અનેક તોફાનો સામે લડવું પડ્યુ હતુ.

તેમણે તેમના જીવનમાં ઘણા ઉતાર -ચઢાવનો સામનો કર્યો. તેણે ખૂબ જ નાની ઉંમરે તેના પરિવારને આર્થિક રીતે ટેકો આપવા માટે કામ કરવાનું શરૂ કર્યું. તેણે અભિનયમાં કારકિર્દી શરૂ કરવા માટે 13 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી હતી. પોતાની કારકિર્દીમાં રેખાએ 180 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. પોતાના અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર આ અભિનેત્રી છેલ્લા ઘણા વર્ષોથી રૂપેરી પડદાથી દૂર છે, પરંતુ તેની સાથે જોડાયેલી વાતો તેને ઘણીવાર મીડિયા હેડલાઇન્સમાં રાખે છે.

રેખાના જીવન સાથે સંબંધિત એક મુદ્દો પણ છે, જેને કદાચ કોઈ ક્યારેય ભૂલી શકે નહીં. તે છે રેખા અને અમિતાભ બચ્ચનનો સંબંધ. રેખાએ તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમિતાભ બચ્ચન જયા બચ્ચનને છોડવા માંગતા નથી કારણ કે તેમને કોઈને દુખ પહોંચાડવું ગમતું નથી. રેખાએ હંમેશા તેના અને અમિતાભના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી છે, પરંતુ અમિતાભે હંમેશા તેના અફેર પર મૌન રાખ્યું છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે જયા બચ્ચન રેખા અને અમિતાભ બચ્ચનના અફેરથી એટલી હર્ટ થઈ ગઈ હતી કે તે સ્ક્રીન પર રેખા અને અમિતાભને રોમેન્ટિક સીન્સ કરતા જોઈને પણ રડતી હતી. તેના એક ઇન્ટરવ્યુમાં રેખાએ ખુલાસો કર્યો હતો કે અમિતાભે તેને જાહેરમાં સ્વીકારી નથી, તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. રેખાએ કહ્યું કે તેઓ આ સંબંધને સ્વીકારતા નથી, કારણ કે તે લોકોને દુખ આપવાનું પસંદ નથી કરતા, તો તે જયાને કેવી રીતે દુખ પહોંચાડી શકે તે તેમની પોતાની પત્ની છે.

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : પેટ્રોલ બાદ હવે ડીઝલ પણ 100 ને પાર, જાણો અમદાવાદ સહીત ક્યાં ડીઝલના ભાવમાં સેન્ચુરી નોંધાઈ

આ પણ વાંચો –

Death Anniversary : Jagjit Singhની એ પાંચ અદ્ભૂત ગઝલ, જેને કારણે આજે પણ ફેન્સના દિલોમાં તેઓ જીવીત છે

 

Next Article