Happy Birthday Pooja Bhatt: દારૂના વ્યસને પૂજા ભટ્ટને કરી બર્બાદ, જાણો પછી કઈ રીતે જીતી જંગ?

|

Feb 24, 2021 | 12:57 PM

પૂજા ભટ્ટનો જન્મ 24 ફેબ્રુઆરી 1972 ના રોજ પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટના ઘરે થયો હતો. ફિલ્મ પરિવાર સાથેના તેના જોડાણને કારણે તેમને નાનપણથી જ અભિનયમાં રસ હતો.

Happy Birthday Pooja Bhatt: દારૂના વ્યસને પૂજા ભટ્ટને કરી બર્બાદ, જાણો પછી કઈ રીતે જીતી જંગ?
Pooja Bhatt

Follow us on

બોલિવૂડની સુંદર અભિનેત્રી પૂજા ભટ્ટે તેનો જન્મદિવસ 24 ફેબ્રુઆરીએ ઉજવે છે. પૂજા ભટ્ટ આ દિવસોમાં અભિનયથી ભલે દુર હોઈ, પરંતુ તેમણે બોલિવૂડની ઘણી શ્રેષ્ઠ ફિલ્મો અને અભિનેતાઓ સાથે કામ કર્યું છે. પૂજા ભટ્ટ 90 ના દાયકાની મહાન અભિનેત્રી રહી ચુકી છે. તેમણે આમિર ખાન, સંજય દત્ત અને સની દેઓલ જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું છે.

પૂજા ભટ્ટનો જન્મ 24 ફેબ્રુઆરી 1972 ના રોજ પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટના ઘરે થયો હતો. ફિલ્મ પરિવાર સાથેના તેના જોડાણને કારણે તેમને નાનપણથી જ અભિનયમાં રસ હતો. આ જ કારણ છે કે પૂજા ભટ્ટે 17 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ ડેડી હતી. આ ફિલ્મ વર્ષ 1989 માં રિલીઝ થઈ હતી. આ પછી પૂજા ભટ્ટે દિલ હૈ કે માનતા નહીં, સડક, સર, હમ દોનો અને ચાહત સહિતની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો અને દર્શકોનું દિલ જીત્યું છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

પૂજા ભટ્ટે તેના શાનદાર પ્રદર્શન માટે અનેક એવોર્ડ જીત્યા છે. તેણીની ફિલ્મો ઉપરાંત, તે પર્સનલ લાઇફ અને દારૂના વ્યસનને લઈને પણ હેડલાઇન્સ બનાવી ચૂકી છે. પૂજા ભટ્ટ એક સમયે ખૂબ દારૂ પીતી હતી. તેણીએ આ વાત તેના ઘણા મીડિયા ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા બોલી છે. જો કે, પૂજા ભટ્ટે તેમના દારૂના વ્યસન પર કાબૂ મેળવ્યો છે.

પૂજા ભટ્ટને દારૂ છોડ્યાને ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે. છેલ્લા 4 વર્ષથી પૂજા ભટ્ટ દારૂ પીધા વિના સુખી જીવન જીવી રહી છે. તાજેતરમાં જ તેણે ખુલાસો કર્યો કે ઘણી વખત તેને શેમ્પેનની બોટલ ખોલવાની ઈચ્છા થતી હતી. પરંતુ તે આથી આગળ વધી ગઈ છે. પૂજા ભટ્ટે ગયા મહિને તેના દારૂના લત અંગે સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ પણ લખી હતી. પૂજાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ‘ગઈકાલે મને દારૂ પીવાની ખૂબ ઇચ્છા હતી. તે બધુ અચાનક બન્યું. હું નેટફ્લિક્સ પર બપોરે એક શો જોઈ રહ્યી હતી. મારો કૂતરો મારા પગ પાસે બેઠો હતો અને હું ખુશ હતી પણ પછી મને દારૂ પીવાની તીવ્ર ઇચ્છા થઈ.’

 

Published On - 12:36 pm, Wed, 24 February 21

Next Article