
Ankita Lokhande Net Worth: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) આજે તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે પવિત્ર રિશ્તા સાથે ટેલિવિઝનની (Television) દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અંકિતાએ પોતાના પહેલા શોથી જ ચાહકોના દિલમાં જગ્યા બનાવી હતી. હાલમાં અંકિતાએ બોલિવૂડમાં (Bollywood) પણ એન્ટ્રી કરી છે.
તેની ફિલ્મ મણિકર્ણિકા બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. અંકિતાએ ટીવી અને બોલિવૂડ બંને ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. અભિનેત્રી અંકિતા કરોડોની સંપતિની માલિક છે. રિપોર્ટ્સ અનુસાર અંકિતા લોખંડે પાસે 3 મિલિયન ડોલર છે. એટલે કે ભારતીય નાણામાં તેની 22 કરોડ જેટલી નેટવર્થ છે.
અંકિતા લોખંડેએ ઘણા શોમાં અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પવિત્ર રિશ્તા સીરિયલ (Pavitra Rishta Serial) માટે તે પર એપિસોડ 1.5 લાખ રૂપિયા લેતી હતી. જ્યારે તેની પ્રથમ ફિલ્મ મણિકર્ણિકા માટે તેણે લગભગ 2-3 કરોડ રૂપિયા લીધા હતા.
અંકિતા લોખંડે તેના પરિવાર સાથે મુંબઈમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે. તાજેતરમાં તેણ વિકી જૈન સાથે લગ્ન કર્યા છે અને તે તેની સાથે મુંબઈમાં 8 BHK એપાર્ટમેન્ટમાં રહેશે.
અંકિતા લોખંડેને લક્ઝરી કારનો શોખ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેની પાસે Jaguar XJ અને Porsche 718 પણ છે. આ વાહનોની કિંમત કરોડોમાં છે. અંકિતા લોખંડેના કરિયરની વાત કરીએ તો તેણે પવિત્ર રિશ્તા, ઝલક દિખલા જા અને પવિત્ર રિશ્તા 2 સિરિયલોમાં કામ કર્યું છે. જ્યારે તેના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો અંકિતાએ મણિકર્ણિકા અને બાઘી- 3માં કામ કર્યું છે.
અંકિતા લોખંડેએ હાલમાં જ તેના બોયફ્રેન્ડ વિકી જૈન (Vicky Jain) સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. તેના લગ્નમાં અનેક બોલિવુડ સેલેબ્સ સામેલ થયા હતા. અંકિતા અને વિકીના લગ્નના ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. તમને જણાવી દઈએ કે કંગના રનૌત પણ અંકિતા અને વિકીના સંગીતમાં જોડાઈ હતી. અંકિતા સાથે કંગનાની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી.
આ પણ વાંચો : ZEE રિશ્તે એવોર્ડ્સ 2021 પાર્ટીમાં ટેલિવિઝનના આ એકટરોએ બતાવ્યો પોતાનો ઝલવો, જુઓ PHOTOS
આ પણ વાંચો : બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને યાદ કર્યા સંઘર્ષના દિવસો, મહાનાયક અમિતાભે આ રીતે આપી પ્રતિક્રિયા