Happy Birthday : અદા શર્માની પહેલી જ ફિલ્મ હિટ સાબિત થઈ, આમ છતાં તેણી આજે બોલીવુડથી છે દૂર

|

May 11, 2022 | 8:31 AM

અદા શર્માએ (Adah Sharma) તેની પહેલી જ ફિલ્મમાં એવી શાનદાર એક્ટિંગ કરી હતી કે આજે પણ લોકો તેના વખાણ કર્યા વગર રહી શકતા નથી. એટલું જ નહીં, આ ફિલ્મ માટે અદા શર્માને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

Happy Birthday : અદા શર્માની પહેલી જ ફિલ્મ હિટ સાબિત થઈ, આમ છતાં તેણી આજે બોલીવુડથી છે દૂર
Adah Sharma (File Photo)

Follow us on

અદા શર્મા (Adah Sharma) એ એક જાણીતી બોલીવુડ (Bollywood) અભિનેત્રી છે.  બોલીવુડ ફિલ્મો સિવાય તેણીએ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં (Tollywood) પણ કામ કર્યું છે. અદા શર્માનો જન્મ આજે એટલે કે 11 મે 1989ના રોજ મુંબઈમાં એક તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અદા શર્માના પિતા એસએલ શર્મા છે, જેઓ વ્યવસાયે મર્ચન્ટ નેવીમાં છે. જ્યારે તેમની માતા પ્રશિક્ષિત ક્લાસિકલ ડાન્સર છે. અદા શર્માએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના પાલી હિલ વિસ્તાર સ્થિત કોન્વેન્ટ હાઈસ્કૂલમાંથી લીધું હતું. તેણીએ શાળાના દિવસોથી જ અભિનેત્રી બનવાનું સપનું સેવ્યું હતું.

અદા શર્માએ તેની માતાની જેમ શાસ્ત્રીય નૃત્ય કથકની તાલીમ લીધી છે. તેણે નટરાજ ગોપી ડાન્સ એકેડમીમાંથી કથકનું શિક્ષણ મેળવ્યું છે. આ ઉપરાંત, અદા બેલે ડાન્સ અને સાલસા ડાન્સ પણ સારી રીતે જાણે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અદા શર્માની પહેલી ફિલ્મ સુપરહિટ રહી હતી

અદા શર્માએ વર્ષ 2008માં હિન્દી ફિલ્મ ‘1920’થી પોતાની હિન્દી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન વિક્રમ ભટ્ટે કર્યું હતું. હિન્દી ભાષિત આ હોરર ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મ 2010ના તબક્કાની સફળ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી કમાણી કરી હતી.

આ ફિલ્મમાં અદા શર્માની શાનદાર એક્ટિંગથી લોકો ખુબ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ ફિલ્મ માટે અદા શર્માને બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

આ ફિલ્મ બાદ, અદા શર્મા રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘હમ હૈ રાહી કર કે’માં પણ જોવા મળી હતી. જો કે, આ ફિલ્મ ખરાબ રીતે નિષ્ફળ સાબિત થઈ હતી. આ પછી તે વર્ષ 2014માં ફિલ્મ ‘હસી તો ફસી’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અદા શર્મા સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી.

હિન્દી ફિલ્મોમાં સફળતા ન મળતા અદા શર્માએ ફરીથી ટોલીવુડ તરફ પ્રયાણ કર્યું હતું.

અદા શર્માએ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

અદા શર્માએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 2015માં તેલુગુ ફિલ્મ ‘સન ઓફ સત્યમૂર્તિ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે પલ્લવી કોલાસાનીની ભૂમિકા ભજવી હતી. તે જ વર્ષે તેણીએ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ‘રાણા વિક્રમ’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. અદાએ આ ફિલ્મમાં પારુની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2019માં તેની છેલ્લી હિન્દી ફિલ્મ ‘કમાન્ડો 3’ રિલીઝ થઇ હતી, જેમાં તેણી વિદ્યુત જામવાલની સામે જોવા મળી હતી.

અદા ફરી એકવાર બોલિવુડમાં સક્રિય થવા જઈ રહી છે, અને તેની પાસે હાલમાં ઘણી હિન્દી ફિલ્મો હોવાનું સૂત્રો જણાવી રહયા છે.

 

Next Article