TV9 Exclusive interview with Paresh Rawal : પરેશ રાવલે 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં કર્યું રીડેબ્યું, આ ફિલ્મને લઈને છે ઉત્સાહિત

| Edited By: | Updated on: Feb 23, 2022 | 4:24 PM

આ ફિલ્મ સસ્પેન્સ થ્રિલર છે. ટ્રેલર જોઈને સમજી શકાય છે કે પરેશ રાવલ એક એવા પિતા છે જે પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે પરેશ રાવલે ટીવી-9 સાથે ખાસ વાતચીત કરી હતી.

ફિલ્મ પડદા પર ક્યારેક વિલન તો ક્યારેક કોમેડિયન બનીને બધાના દિલો પર રાજ કરનાર પરેશ રાવલ (paresh Rawal) ગુજરાતી સિનેમામાં પરત ફરી રહ્યા છે. 40 વર્ષ બાદ આ બોલિવૂડ એક્ટર ઢોલીવુડમાં જોવા મળશે. તે ગુજરાતી ફિલ્મ ‘ડિયર ફાધર’ (Dear Father)માં જોવા મળશે. આ ફિલ્મ 4 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ‘ડિયર ફાધર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં પરેશ રાવલ ડબલ રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ સસ્પેન્સ થ્રિલર છે. ટ્રેલર જોઈને સમજી શકાય છે કે પરેશ રાવલ એક એવા પિતા છે જે પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે પરેશ રાવલે ટીવી-9 સાથે ખાસ વાતચીત કરી હતી.

40 વર્ષ બાદ ઢોલીવુડમાં પરત ફરી રહ્યા છો કેવું લાગી રહ્યું છે? આ સવાલના જવાબમાં પરેશ રાવલે જણાવ્યું હતું કે ઘર વાપસી જેવું લાગે છે. માતૃભાષામાં નાટક કરવું અને ફિલ્મ કરવું એ મને ગમે છે.

ફિલ્મને લઈને તમને શું ઈચ્છા છે?

જેના જવાબમાં કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ચાલશે. અગાઉ પણ આવેલી ગુજરાતી ફિલ્મો પ્રત્યે લોકોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકોને સારું આપો છો તો લોકો અચૂક આ ફિલ્મ જોશે. ગુજરાતી પ્રેક્ષક જેવા પ્રેક્ષકો બીજી કોઈ ભાષામાં જોવા નહીં મળે.

ડિયર ફાધર ફિલ્મ કેમ સિલેક્ટ કરી?

અગાઉ અનેક ફિલ્મ બનાવવા વિશે વિચાર્યું હતું, પરંતુ ફિલ્મ બની ના હતી. આ નાટક પરથી ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હતો અને આ બાદ અમલમાં મુક્યો હતો.

ડિયર ફાધરનો રોલ કેવી રીતે અલગ છે?

આ ફિલ્મમાં હું ડબલ રોલ કરીશ. જ્યાં એક વૃદ્ધ પિતા અને તેનો પુત્ર અને પુત્રવધૂ રોજિંદા જીવનમાં તેમના મતભેદો સાથે લડી રહ્યા છે. જેમાં પિતાનું પાત્ર ભજવતા પરેશનો અચાનક અકસ્માત થાય છે અને જ્યારે પોલીસ તેના પુત્ર-પુત્રવધૂના ઘરે તપાસ કરવા પહોંચે છે, ત્યારે તે જોઈને બંને સ્તબ્ધ થઈ જાય છે કે પોલીસ ઓફિસરનો વ્યક્તિ તેના પિતા જેવો જ છે. જે તેના જેવો જ દેખાય છે અને ત્યાંથી જ ફિલ્મમાં વળાંક આવે છે અને ફિલ્મની વાસ્તવિક વાર્તા શરૂ થાય છે.

તમે કાસ્ટને કેવી રીતે મેનેજ કર્યું હતું?

માનસીને તો પહેલાથી જ જાણતો હતો, તેથી તેને કામ કરવામાં વધારે તકલીફ ના હતી તો ચેતન ડી પણ લીડ રોલ નિભાવતો નજરે પડશે.

વડોદરાવાસીઓનો પણ માન્યો આભાર

40 વર્ષ પછી ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું અનુભવ તો સારો રહ્યો હતો. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં 1 મહિના સુધી શૂટિંગ કર્યું હતું, પરંતુ કોઈ મીડિયા વાળા આવ્યા ના હતા. આ માટે વડોદરાવાસીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતી ફિલ્મોમાં પણ વધારો થયો છે?

ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ વધી રહ્યો છે. આ સાથે જ અનેક ગુજરાતી ફિલ્મો આવી રહી છે. ગુજરાતી દર્શકો હંમેશા સાથ આપી રહ્યા છે. વિશ્વમાં બધી જ જગ્યા પર ગુજરાતી નાટકો, ફિલ્મો જોવે છે.

પત્ની વિશે 2 શબ્દો?

પત્ની સ્વરૂપ વિશે કહ્યું કે આખો દિવસ ઘરનું કામ કરે છે. તે પણ થાકી જાય છે. પુરુષો મલ્ટીટાસ્કર નથી. પત્નીને સાફસફાઈમાં પણ મદદરૂપ થાય છે તો આ સાથે જ જણાવ્યું હતું કે ઘરે તમે નાહીને ભીનો ટુવાલ બેડ પર રાખી દો છો, ત્યારે 15થી 20 મિનિટમાં ઝઘડો થાય છે, પરંતુ આ જો આ ઝઘડો થાય તે પહેલા જ સોરી કહી દો છો તો આ ઝઘડો ચાલુ જ નથી થતો?

આગામી કંઈ હિન્દી ફિલ્મો આવી રહી છે?

4 માર્ચ ડિયર ફાધર પછી 25 માર્ચે એક બૉલીવુડ ફિલ્મ આવી રહી છે.

 

આ પણ વાંચો: અભિનેત્રી કંગના રનૌતને માનહાનિના કેસમાં ભટિંડા કોર્ટમાં હાજર થવા સમન્સ, જાણો શું છે મામલો ?

આ પણ વાંચો: Photos : ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા બાદ શિબાની દાંડેકરે સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલ્યુ

Published on: Feb 23, 2022 11:45 AM