આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે સમાજિક બહિષ્કાર સામે કિંજલ દવેનો જડબાતોડ જવાબ, કહ્યું હું કાયદેસરના પગલા લઈશ

બહિષ્કારના એલાન બાદ સિંગર કિંજલ દવેએ મૌન તોડ્યું છે. જે પણ લોકો મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ બોલશે તો હું તેના વિરુદ્ધ એક્શન લઈશ. દીકરીની પ્રગતિ ન જોઈ શકનારા આવું કૃત્ય કરે છે.તો ચાલો જોઈએ શું છે આ સમગ્ર મામલો

આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે સમાજિક બહિષ્કાર સામે કિંજલ દવેનો જડબાતોડ જવાબ, કહ્યું હું કાયદેસરના પગલા લઈશ
| Edited By: | Updated on: Dec 15, 2025 | 2:36 PM

કિંજલ દવે થોડા સમય પહેલા અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ અને 6 ડિસેમ્બરે સગાઈ સેરેમની થઈ હતી. પરંતુ, ધ્રુવિન શાહ બ્રહ્મ સમાજથી ન હોવાના કારણે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજના આગેવાનોએ કિંજલ દવેનો સામાજિક બહિષ્કાર કર્યો છે. ત્યારે કિંજલ દવે આવા જ અસામાજિક તત્વોને સમાજમાંથી બહાર નીકાળી દેવાની વાત કરી છે. કિંજલ દવેએ કહ્યું શું સમાજ નક્કી કરશે કે લાઈફ પાર્ટનર કેવો હોવો જોઈએ. સમગ્ર મામલે કિંજલ દવેએ મૌન તોડ્યું છે. તો ચાલો જોઈએ શું કહ્યું કિંજલ દવેએ

 

 

 

 

શું એક દીકરીને તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો હક નથી ?

કિંજલ દવેએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે જો ખરેખર સમાજના લોકો દીકરીઓનું સારું વિચારતા હોય.તો દીકરીઓના શિક્ષણ વિશે વાત શા માટે નથી કરતાં ? દીકરીઓ વિરુદ્ધ થતાં અત્યાચાર સામે અવાજ કેમ નથી ઉઠાવતા? તેમણે કહ્યું દીકરીઓ દેશની રક્ષા પણ કરી રહી છે.કિંજલ દવેએ દીકરીની પાંખો કાપવાની વાતો કરનારાઓને સમાજમાંથી દૂર કરવાની વાત કરી હતી.પાંચ પરગણા ઔદિચ્ય સહસ્ત્ર બહ્મ સમાજના આગેવાનોએ નિર્ણય કર્યો હતો, કાંકરેજ શિહોરી સમાજની બેઠકમાં સામાજિક બહિષ્કારનો નિર્ણય લેવાયો હતો.શું એક દીકરીને તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો હક નથી ?દીકરીની પાંખો કાપવાની વાતો કરનારાઓને સમાજમાંથી દૂર કરાય, તેમજ કિંજલ દવેએ કહ્યું, મારા પરિવાર વિરુદ્ધ કંઈપણ લખનાર સામે કાયદેસરના પગલા લઈશ

 

 

કોણ છે ધ્રુવિન શાહ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. ત્યારે હવે ચાહકો જાણવા માંગે છે કે, ધ્રુવિન શાહ શું કરે છે. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર સગાઈનો વીડિયો પોસ્ટ કરી ગોડ પ્લાન કહ્યું છે. ધ્રુવિન શાહ ફિલ્મોમાં કામ કરે છે. ધ્રુવિન શાહે પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ 2017માં સુપરસ્ટારથી કરી હતી. તે એક બિઝનેસમેન પણ છે. ધ્રુવિન શાહ jojoappનો ફાઉન્ડર છે.

અભિનેતા સાથે સગાઈ કરનાર, ગુજરાતી સિંગર કિંજલ દવેનો પરિવાર જુઓ