ગુજરાતી એક્ટ્રેસ કોમલ ઠક્કર કાન્સ બીચ ફુટબોલ રમતી મળી જોવા, જુઓ Viral Video

|

Jun 04, 2023 | 7:29 PM

હાલમાં કોમલ ઠક્કરનો (Komal Thacker) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોમલ કાન્સ બીચ પર ફુટબોલ રમતી જોવા મળી રહી છે. કોમલ ઠક્કર આ વીડિયોમાં ગોલ્ડન કલરના સુંદર આઉટફિટમાં જોવા મળી રહી છે.

ગુજરાતી એક્ટ્રેસ કોમલ ઠક્કર કાન્સ બીચ ફુટબોલ રમતી મળી જોવા, જુઓ Viral Video
Komal Thacker

Follow us on

France: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival) સમાપ્ત થયાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં તેની ચર્ચાઓ હજુ પણ ચાલી રહી છે. આ ફેસ્ટિવલમાં અનુષ્કા, ઉર્વશી, સારા સિવાય એક એવી એક્ટ્રેસ પણ હતી જેણે પોતાની સ્ટાઈલથી લોકોનું દિલ જીતી લીધું હતું. તમને જણાવી દઈએ કે તે ફેમસ ભારતીય અભિનેત્રી કોમલ ઠક્કર (Komal Thacker) છે. કોમલ ઠક્કર બીજી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની છે.

હાલમાં કોમલ ઠક્કરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોમલ કાન્સ બીચ પર ફુટબોલ રમતી જોવા મળી રહી છે. કોમલ ઠક્કર આ વીડિયોમાં ગોલ્ડન કલરના સુંદર આઉટફિટમાં જોવા મળી રહી છે. ગાઉન પહેરીને એક્ટ્રેસ ફુટબોલ રમતી જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

અહીં જુઓ વાયરલ વીડિયો

રેડ કાર્પેટ પર વોક કરનાર કોમલ ઠક્કર પહેલી ગુજરાતી એક્ટ્રેસ છે. તેણીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, “આ પ્લેટફોર્મ પર મારા દેશ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ હું સન્માનિત છું.”

કાન્સમાં રેડ કાર્પેટ પર વોક કરનાર પહેલી ગુજરાતી એક્ટ્રેસ કોમલ ઠક્કર

ગુજરાતી ફિલ્મોમાં જોવા મળેલી કોમલે આ વર્ષે પણ કાન્સમાં શાનદાર એન્ટ્રી કરી અને ફેન્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહી. તેને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સ્ટનિંગ લુક શેર કર્યો છે. રેડ કાર્પેટ પર કોમલના લુક વિશે વાત કરીએ તો, તે યલો ગ્રિનીશ ડબલ કલરના મેટાલિક ગાઉનમાં સુંદર લાગી રહી હતી. તે ઈસ્તંબુલ, તુર્કીના ફૌદ સરકીસે ડિઝાઈન કર્યું હતું, તેની જ્વેલરી દુબઈના મોના ફાઈનના કલેક્શનની કૈરી કરી હતી.

કોમલે સ્ટનિંગ ગાઉન સાથે હાઈ પોનીટેલ કરીને પોતાનો લુક પૂરો કર્યો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન તે એકથી વધુ લુકમાં જોવા મળી હતી, તેની ખાસ વાત એ છે કે તે દરેક આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. એક સુંદર સ્માઈલે ફેન્સનું દિલ જીતી લીધું છે.

આ પણ વાંચો: Komal Thacker Photos: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એકમાત્ર ભાગ લેનારી ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરનો દબદબો, જુઓ તસ્વીરો

કોમલ ઠક્કરની પ્રતિભા અને ઓન-સ્ક્રીન હાજરીએ તેણીને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિમાં સ્થાન આપ્યું છે. કાન્સમાં તેની હાજરી વિશ્વભરના મહત્વાકાંક્ષી અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓ માટે પ્રેરણારૂપ છે. કોમલની કાન્સમાં ભાગ લેવાથી ગુજરાતી ઈન્ડસ્ટ્રી ખૂબ જ ખુશ છે અને તેઓ કોમલ પર ગર્વ અનુભવી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article