Govinda નો આખો પરિવાર Salman Khan સાથે એક જ ફ્રેમમાં જોવા મળ્યો, જાણો ક્યાં અને કેમ?

|

Feb 27, 2021 | 1:48 PM

સલમાન અને ગોવિંદાએ પાર્ટનરમાં સાથે કામ કર્યું હતું જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. બિગ બોસ સાથે કામ કર્યા પછી, સલમાન પણ ટૂંક સમયમાં તેની ટાઈગર 3 ની શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં તેની સાથે ઇમરાન હાશ્મી અને કેટરિના કૈફ હશે.

Govinda નો આખો પરિવાર Salman Khan સાથે એક જ ફ્રેમમાં જોવા મળ્યો, જાણો ક્યાં અને કેમ?
Salman Khan

Follow us on

બિગ બોસ 14 સમાપ્ત થઈ ગયું છે અને સલમાન ખાન તેમના ભાવિ પ્રોજેક્ટ્સમાં જોડાયા છે. ઈન્ડિયન પ્રો-મ્યુઝિક લીગ શુક્રવારથી ઝીટીવી પર શરૂ થઈ રહી છે, જેમાં સલમાન ખાન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર જોવા મળશે. ગોવિંદા પણ તેમની સાથે સંકળાયેલા છે. આ વિશે માહિતી આપવા માટે સલમાને શુક્રવારે એક csie સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં ગોવિંદા તેમના સંપૂર્ણ પરિવાર સાથે દેખાયા હતા.

આ સેલ્ફી ફોટોમાં સલમાન સાથે રિતેશ દેશમુખ , રિતેશની પત્ની અને અભિનેત્રી જેનેલિયા ડિસૂઝા, બોબી દેઓલ, રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, શ્રદ્ધાના ભાઈ સિદ્ધાંત, કરણ વહી, વલુશા ડિસૂઝા, ક્રિકેટર સુરેશ રૈના અને ગોવિંદા, તેની પત્ની સુનિતા અને પુત્રી ટીના દેખાય છે આ સિવાય અન્ય સેલેબ્સ પણ છે. સેલ્ફી સાથે સલમાને લખ્યું – અહીં એક સેલ્ફીતો બને છે. અહીં સૌથી મોટી મ્યુઝિક લીગ થઈ રહી છે. ચાલો, મેગા સેલ્ફી લો. ઝીટીવી પર આજે રાત્રે 8 વાગ્યે ઇન્ડિયન પ્રો-મ્યુઝિક લીગના પ્રારંભિક સમારોહ જુઓ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઇન્ડિયન પ્રો-મ્યુઝિક લીગની 6 ટીમ મુંબઇ વોરિયર્સ, પંજાબ લાયન્સ, બંગા ટાઇગર્સ, ગુજરાત રોકર્સ, યુપી દબંગ્સ અને દિલ્હી ધૂરંધર્સ ભાગ લઈ રહી છે. બોલીવુડના સ્ટાર્સ દ્વારા દરેક ટીમને ટેકો મળે છે. આ ટીમોના કપ્તાન સંગીત ક્ષેત્રે જાણીતા નામ હશે. દરેક ટીમમાં એક રિયાલિટી શોના સ્ટાર્સ તેમજ ઉભરતા સિંગર્સ છે. સુકાની તરીકે મીકા સિંહ, કૈલાશ ખેર, સાજીદ ખાન, શાન, અંકિત તિવારી, જાવેદ અલી, અનીસ કૌર, ભૂમિ ત્રિવેદી, આકૃતિ કક્કર, પાયલ દેવ, નેહા ભસીન, શિલ્પા રાવ ટીમોને માર્ગદર્શન આપશે.

તમને જણાવી દઈએ કે, સલમાન અને ગોવિંદાએ પાર્ટનરમાં સાથે કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર સફળ રહ્યું હતું. બિગ બોસ સાથે કામ કર્યા પછી, સલમાન પણ ટૂંક સમયમાં તેની ટાઈગર 3 ની શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં તેમની સાથે ઇમરાન હાશ્મી અને કેટરિના કૈફ હશે. સલમાનની રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ ઈદ પર રિલીઝ થવા જઈ રહ્યો છે. તેનું દિગ્દર્શન પ્રભુદેવે કર્યું છે.

Published On - 1:47 pm, Sat, 27 February 21

Next Article