Good Bye: Elli AvrRamએ પૂર્ણ કર્યું શૂટિંગનું શેડ્યૂલ, રશ્મિકા મંદાના અને અમિતાભ બચ્ચન સાથે મળશે જોવા

|

Jul 20, 2021 | 9:24 PM

થોડા અઠવાડિયા પહેલા અભિનેત્રી એલી અવરામ તેમના સોશિયલ મીડિયા પર એક ફિલ્મની સ્ક્રીપ્ટ પકડી એક સુંદર તસ્વીર પોસ્ટ કરી હતી.

Good Bye: Elli AvrRamએ પૂર્ણ કર્યું શૂટિંગનું શેડ્યૂલ, રશ્મિકા મંદાના અને અમિતાભ બચ્ચન સાથે મળશે જોવા
Amitabh Bachchan, Rashmika Mandana

Follow us on

રશ્મિકા મંદાના (Rashmika Mandanna) બોલીવુડમાં ધમાલ મચાવા માટે તૈયાર છે. હાલમાં તે તેની આગામી ફિલ્મ ગુડબાય (Goodbye) માટે શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન (Amitabh bachchan), નીના ગુપ્તા (Neena Gupta) અને એલી અવરામ (Elli Avram) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એલીએ તેમનું શેડ્યૂલ પૂર્ણ કર્યું છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

થોડા અઠવાડિયા પહેલા અભિનેત્રી એલી અવરામ તેમના સોશિયલ મીડિયા પર એક ફિલ્મની સ્ક્રીપ્ટ પકડી એક સુંદર તસ્વીર પોસ્ટ કરી હતી. તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી, જે પછી આ અંગે ઘણી કમેન્ટ્સ આવી હતી કે તે કઈ ફિલ્મનું શુટિંગ કરી રહી છે અને આ કઈ ફિલ્મની સ્ક્રીપ્ટ છે વગેરે. જો કે, એલીએ તેમને રાહ જોવા માટે છોડી દીધા અને કંઈપણ કહ્યું નહીં.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

 

બિગ બી સાથે કામ કરવા બદલ છે ખુશ

એલી વિશે વાત કરતા કહ્યું, “હું અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. સ્વીડનમાં હું સરના ગીત શાવા-શાવા પર ડાન્સ કરતી હતી અને આજે હું તેમની સાથે અભિનય કરું છું. હું એટલું જ કહી શકું છું કે ચમત્કારો વાસ્તવમાં ત્યારે થાય છે જ્યારે તમે તમારા દિલની વાત અનુસરવાનું નક્કી કરો છો. ”

 

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો આદિત્ય રોય કપુર (Aditya Roy Kapur) અને દિશા પાટણી (Disha Patani) સાથે મલંગ (Malang)ને જોરદાર પ્રતિસાદ મળ્યા પછી દરેક કામમાં કુશળ ગર્લે સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ની વિરુદ્ધ તેમના કિલર મુવ્સને લઈને ખૂબ પ્રશંસા મેળવી. હવે તેમણે ગુડબાયનું શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ કરી લીધુ છે. બાલાજીની ગુડબાયની કાસ્ટમાં અમિતાભ બચ્ચન, નીના ગુપ્તા અને રશ્મિકા મંદાના જેવા દિગ્ગજ સામેલ છે, જે એલીની સફળતામાં ફાળો આપશે.

 

આ પણ વાંચો : Shilpa Shettyની પણ મુંબઈ પોલીસ કરી શકે છે પૂછપરછ, રાજ કુંદ્રાને 23 જુલાઈ સુધી કોર્ટે કસ્ટડીમાં મોકલ્યો

 

આ પણ વાંચો : Raj Kundra Viral Chat : કુંદ્રાની ચેટમાં ખુલ્યું કમાણીનું રાઝ, પોર્ન કન્ટેન્ટ મેનેજમેન્ટના મળ્યાં પુરાવા

Next Article