Good News: Janhvi Kapoorના ચાહકો માટે મોટા સમાચાર, અભિનેત્રીની કારકિર્દી બનાવવા માટે કરણ જોહરે સેટ કરી નવી ફિલ્મ

|

Jul 17, 2021 | 9:16 PM

કરણ જોહર માત્ર બોલિવૂડમાં સ્ટાર કિડ્સ લોન્ચ કરવા માટે જ જાણીતા નથી, પરંતુ તેમણે ઘણા નવા આવનારા ડાયરેક્ટરને પણ બોલિવૂડમાં એક ઓળખ અપાવી છે.

Good News: Janhvi Kapoorના ચાહકો માટે મોટા સમાચાર, અભિનેત્રીની કારકિર્દી બનાવવા માટે કરણ જોહરે સેટ કરી નવી ફિલ્મ
Janhvi Kapoor, Karan Johar

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ જાનવી કપૂર (Janhvi Kapoor)ની બકેટ લિસ્ટમાં ઘણી સારી અને મોટી ફિલ્મો છે. જેની ચાહકો આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે અને હવે જાનવીના ચાહકો માટે એક સારા સમાચાર છે કારણ કે ધર્મા પ્રોડક્શને જાનવી કપૂરને કાયોજ ઈરાનીની ફિલ્મમાં કાસ્ટ કરી છે જે કરણ (Karan Johar)ની ફેવરેટ છે. આ અગાઉ કરણ જાનવી સાથે ‘દોસ્તાના 2’ અને ‘મિસ્ટર લેલે’ બનાવવા જઈ રહ્યા હતા, પરંતુ તે પછી આ બંને ફિલ્મો હોલ્ડ પર ગઈ. જ્યારે દોસ્તાના 2 કાર્તિક આર્યન મધ્યમાં છોડી જવાને કારણે અટકી ગઈ હતી, કાર્તિકની સતત ડેટ ક્લેશને કારણે જાનવીએ મિસ્ટર લેલેને છોડી દીધી હતી.

 

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

એટલે હવે કરણે જાનવીને કાયોજ ઈરાની દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. તે એક સ્ટ્રોન્ગ અને ભાવનાત્મક રોમ-કોમ ફિલ્મ છે. જો સૂત્રોની વાત માનીએ તો જાનવીની વિરુદ્ધ સિદ્ધાર્થ મલ્હોત્રા અથવા વરુણ ધવનને સાઈન કરી શકે છે, પરંતુ અત્યારે ફક્ત જાનવી કપૂરના નામ પર મહોર લાગી છે.

 

નેપોટિઝમ મજબૂરી છે?

કરણ જોહર માત્ર બોલિવૂડમાં સ્ટાર કિડ્સ લોન્ચ કરવા માટે જ જાણીતા નથી, પરંતુ તેમણે ઘણા નવા આવનારા ડાયરેક્ટરને પણ બોલિવૂડમાં એક ઓળખ અપાવી છે અને હવે એક સ્ટાર કિડની કારકિર્દીને બનાવવાની જવાબદારી લીધી છે અને તે છે બોલિવૂડ એક્ટર બોમન ઈરાનીનો પુત્ર કાયોજ ઇરાની.

 

બોમનના પુત્ર પર વિશ્વાસ

જોકે કાયોજ આ પહેલા ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં વિશેષ ભૂમિકામાં જોવા મળ્યા હતા, પરંતુ તે પછી તેમણે ધર્મા પ્રોડક્શનની શોર્ટ ફિલ્મ અજીબ દાસ્તાનું નિર્દેશન કર્યું હતું અને હવે કરણ તેમને આપી રહ્યા છે આ મોટી તક જ્યારે તે કોઈ ફીચર ફિલ્મને ડાયરેક્શન કરશે. આ એક સ્ટ્રોન્ગ ઈમોશનલ રોમેન્ટિક કોમેડી ફિલ્મ હશે. જે તેમની કારકિર્દી માટે એક મોટી તક માનવામાં આવે છે.

 

હવે તે બધાને ખબર પડી ગઈ છે કે બોલિવૂડનો દરેક સ્ટાર કિડ કરણ જોહરની ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કરવા માંગે છે, પછી ભલે તે અભિનય હોય કે ફિલ્મ નિર્દેશન. કદાચ બધા માને છે કે ધર્મા છે હિટની ગેરંટી. બસ હવે એ જોવું રસપ્રદ રહેશે કે કાયોજ પોતાના કામ પર અને કરણ દ્વારા આપવામાં આવેલી આ મોટી તક પર કેટલા સફળ થઈ શકશે અને શું પ્રેક્ષકોને મળશે એક સારા દિગ્દર્શક.

 

આ પણ વાંચો: શું Vicky Kaushal અને Katrina Kaif ટૂંક સમયમાં બંધાશે લગ્નના બંધનમાં? સલમાન ખાનના સ્ટાઈલિસ્ટે આપ્યા સંકેત

Next Article