Gehana Vasisthની કોર્ટમાં હાજરી, પોર્ન વીડિયો બનાવવા અને અપલોડ કરવા બદલ ધરપકડ કરાઈ હતી

|

Feb 10, 2021 | 4:13 PM

પોર્ન વીડિયો બનાવવા અને અપલોડ કરવાના મામલે ધરપકડ કરાયેલી અભિનેત્રી ગહના વશિષ્ઠની પોલીસ કસ્ટડીનો અંત આવી રહ્યો છે. ગહનાને આજે કોર્ટમાં રજૂ કરવાના છે

Gehana Vasisthની કોર્ટમાં હાજરી, પોર્ન વીડિયો બનાવવા અને અપલોડ કરવા બદલ ધરપકડ કરાઈ હતી
Gehana Vasisth

Follow us on

પોર્ન વીડિયો બનાવવા અને અપલોડ કરવાના મામલે ધરપકડ કરાયેલી અભિનેત્રી ગેહના વશિષ્ઠની પોલીસ કસ્ટડીનો અંત આવી રહ્યો છે. ગહનાને આજે કોર્ટમાં રજૂ કરવાના છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રીની 6 ફેબ્રુઆરીએ મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

અભિનેત્રી પર આરોપ છે કે તે નવા આવનારાઓને કામ કરવાની લાલચ આપીને અશ્લીલ વીડિયો બનાવે છે

આરોપ છે કે ગેહના નવા આવનારાઓ અને સ્ટ્રગલરને સારી ભૂમિકાની લાલચ આપી પોર્ન વીડિયોમાં કામ કરવાનું કહેતી અને પછી તે વીડિયોને બે જુદી જુદી વેબસાઇટ પર અપલોડ કરીને લાખો રૂપિયાની કમાણી કરતી હતી. બીજી તરફ ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલે બેંકને પત્ર લખીને ધરપકડ કરાયેલા આરોપી ઉમેશ કામત અને મોડેલ અભિનેત્રી ગેહના વસિષ્ઠના બેંક ખાતાના વ્યવહારની વિગતો માંગી છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

અમેરિકાથી પોર્ન વીડિયો માટે પૈસા મળતા હતા

ઉમેશ કામતની પાસે એક બેંક ખાતું છે, ગેહના વશિષ્ઠના બે બેંક ખાતા છે. ક્રાઈમ બ્રાંચ અમેરિકાથી આવતા પૈસાની તપાસ કરી રહી છે. આ કેસમાં આઠમા આરોપીની સોમવારે સાંજે પ્રોપર્ટી સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

સોમવારે સાંજે ક્રાઇમ બ્રાંચે મંગળવારે કોર્ટમાં રજૂ કરાયેલા 36 વર્ષીય દીપંકર ખસનવીસ ઉર્ફે શાન બેનર્જીની ધરપકડ કરી હતી. તેમજ કોર્ટે તેને 10 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. શાન એક વ્યાવસાયિક ફોટોગ્રાફર છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શાન પહેલાથી જ ધરપકડ કરાયેલ નિર્માતા નિર્દેશક અને સ્માઇલ ટાઇમ અભિનેત્રી યાસ્મિન ખાન ઉર્ફે રોઆ ખાનનો પતિ છે.

Next Article