‘ગલી બોય’ ફેમ Siddhant Chaturvedi કોરોના પોઝિટિવ, આ સ્ટાર્સ સાથે કરતા હતા શૂટિંગ

|

Mar 14, 2021 | 3:13 PM

ફિલ્મ 'ગલી બોય' ફેમ સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) ને કોરોના ચેપ લાગ્યો, તેમણે ઘરે જ પોતાને કવોરનટાઈન કર્યા

ગલી બોય ફેમ Siddhant Chaturvedi કોરોના પોઝિટિવ, આ સ્ટાર્સ સાથે કરતા હતા શૂટિંગ
સિધ્ધાર્થ ચતુર્વેદી

Follow us on

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે વેગ પકડતી જાય છે. ગયા વર્ષથી શરુ કોરોના વાયરસનો કહેર હજી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ બોલીવુડના ઘણા સ્ટાર્સ કોરોનાથી પ્રભાવિત થયા છે. રણબીર કપૂર, સંજય લીલા ભણશાળી અને મનોજ બાજપેયી પછી હવે એવા અહેવાલ છે કે અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

સિદ્ધાંત પુષ્ટિ આપી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સિદ્ધાંત ચતુર્વેદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ માહિતી ખુદ ઈન્સ્ટાસ્ટેરીમાં એક નોંધ લખીને તેમના ચાહકોને આપી છે. આ પોસ્ટ પછી હવે ઘણા બોલિવૂડ સ્ટાર કોરોના વાયરસ સંકટમાં ઘેરાતા નજર આવી રહ્યા છે. કારણ કે સિદ્ધાંત આ દિવસોમાં સતત શૂટિંગમાં વ્યસ્ત હતા.

 

 

ઇન્સ્ટાસ્ટેરીમાં લખી આ વાત

સિદ્ધાંતે પોતાની ઇન્સ્ટાસ્ટેરીમાં માહિતી આપતાં લખ્યું છે, ‘ચિંતા કરવા બદલ તમારો આભાર. મારો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ક્ષણે, હું સારું અનુભવું છું અને હું ઘરે સેલ્ફ કવોરનટાઈનમાં છું. હું સાવચેતી લઇ રહ્યો છું અને ડૉક્ટર દ્વારા આપવામાં આવેલા નિયમોનું પાલન કરી રહ્યો છું. પોઝિટિવ છું અને હું તેની સાથે કામ કરી રહ્યો છું.

 

 

 

કેટરિના કૈફ અને ઇશાન ખટ્ટર સાથે શૂટિંગ કરી રહ્યા હતા

સિદ્ધાંત ચતુર્વેદી આજકાલ હોરર કોમેડી ફિલ્મ ફોન ભૂતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે કેટરિના કૈફ અને ઇશાન ખટ્ટરની સાથે જોવા મળશે. આ દિવસોમાં ત્રણેય એક સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા.

Published On - 3:10 pm, Sun, 14 March 21

Next Article