Ranveer Singh બનાવ્યો Rohit Shettyનો મજેદાર VIDEO

|

Feb 14, 2021 | 5:49 PM

બોલિવૂડ સ્ટાર રણવીરસિંહ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો એક વીડિયો શેર કરીને રોહિત શેટ્ટીની મજેદાર શૈલી બતાવી છે.

Ranveer Singh બનાવ્યો Rohit Shettyનો મજેદાર VIDEO

Follow us on

બોલિવૂડ સ્ટાર રણવીરસિંહ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો એક વીડિયો શેર કરીને રોહિત શેટ્ટીની મજેદાર શૈલી બતાવી છે. આ ફની વીડિયોમાં રણવીરસિંહ રોહિત શેટ્ટીની ફન સાઈડનો ખુલાસો કર્યો છે. એક્શન ફિલ્મોના પ્રથમ નંબરના નિર્દેશક ગણાતા રોહિત શેટ્ટી આ વીડિયોમાં રમકડાની કાર ચલાવતા નજરે પડે છે.

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ફિલ્મ ‘સર્કસ’ના સેટ પરથી રમૂજીની પળો જાહેર થઈ

આ વીડિયોની શરૂઆતમાં રમકડાની કાર બતાવે છે. વળી, ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી પણ રમકડાની કાર ચલાવતા જોવા મળે છે. રોહિત શેટ્ટીએ તેની આગામી ફિલ્મ ‘સર્કસ’ના સેટ પરથી આ રમૂજી પળને ઈન્સ્ટાગ્રામ પર કેદ કરી છે. જુઓ આ વીડિયો

 

જ્યારે રોહિત શેટ્ટી ચોંકી ગયા

આ વીડિયોની શરૂઆત રણવીર સિંહે રોહિતને ‘દેશના સૌથી ગંભીર સ્ટંટ ડાયરેક્ટર’ તરીકે રજૂ કર્યા હતા. અભિનેતાએ વીડિયોમાં વધુમાં બતાવ્યું કે રોહિત શેટ્ટી રમકડાની કાર સાથે ગોળ ફરતા જોવા મળે છે, જલ્દી નિર્માતાને ખબર પડી કે રણવીર તેનો વીડિયો બનાવી રહ્યો છે, તે કહે છે, ‘તુ શૂટ કરી રહ્યો છો’.

 

રણવીર વીડિયોમાં નથી

વીડિયોમાં રણવીર નથી, પરંતુ તે કેમેરાની પાછળ હસ્તો સંભળાતો જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે રણવીરે લખ્યું, ‘રોહિત પોતાનું કામ ખૂબ જ ગંભીરતાથી કરી રહ્યો છે.’

 

રોહિત-રણવીર બીજી વખત સાથે આવ્યા

આપને જણાવી દઈએ કે રણવીર સિંહ અને રોહિત શેટ્ટી બીજી વાર ફિલ્મ ‘સર્કસ’માં સાથે કામ કરવા જઈ રહ્યા છે. અગાઉ બંનેએ ‘સિમ્બા’માં સાથે કામ કર્યું હતું. પરંતુ આ સિવાય રણવીર સિંહએ રોહિતની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં પણ એક કેમિયો કર્યો છે.

 

આ પણ વાંચો: Amitabh Bachchan અલગ લુકમાં જોવા મળ્યા, ફોટો શેર કર્યા પછી લખ્યું આ વાક્ય

Next Article