AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોક્સ ઓફિસ પર જવાનનો જલવો ! પહેલા જ દિવસે કિંગખાનની ફિલ્મે કર્યો આટલા કરોડનો બિઝનેસ, ગદર 2 અને પઠાણને પણ છોડી પાછળ

શાહરૂખ ખાન બોલિવૂડનો બાદશાહ છે, તેમાં કોઈ શંકા નથી. દરેક જગ્યાએ તે તેની એક્ટિંગથી છવાઈ જાય છે, આજના સમયમાં તે ફિલ્મ કરે કે ન કરે, તેની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ કમી નથી. શાહરૂખ પઠાણ ફિલ્મ દ્વારા મોટા પડદા પર પાછો ફર્યો હતો, જે બાદ હવે જવાન સાથે ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવા આવી ગયો છે. પરંતુ જવાનની કહાની થોડી અલગ છે.

બોક્સ ઓફિસ પર જવાનનો જલવો ! પહેલા જ દિવસે કિંગખાનની ફિલ્મે કર્યો આટલા કરોડનો બિઝનેસ, ગદર 2 અને પઠાણને પણ છોડી પાછળ
first day the box office collection of Jawan
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 9:07 AM
Share

એટલી કુમાર દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ જવાને પહેલા જ દિવસે સાબિત કરી દીધું છે કે તેની સામે ભાગ્યે જ કોઈ ટકી શકશે. શાહરૂખ ખાનની આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. જવાન કિંગ ખાન અને મેકર્સની અપેક્ષાઓ પર ખરી ઉતરી છે. પઠાણ પણ જવાન સામે ઘૂંટણિયે પડી ગઈ છે. જન્માષ્ટમીના અવસર પર રિલીઝ થયેલી જવાનને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.

શાહરૂખ ખાનના ચાહકોની નજર ફિલ્મની પહેલા દિવસની કમાણી પર છે. જોકે પહેલા દિવસના આંકડા શાહરૂખના ફેન્સને ડાન્સ કરવા મજબૂર કરી દેશે. જવાન બોક્સ ઓફિસ પર તોફાન લાવ્યો છે. જેની સામે પઠાણ અને ગદર 2 બંને માથું નમાવતા જોવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જવાને ભારતમાં પહેલા દિવસે 75 કરોડનો શાનદાર બિઝનેસ કર્યો છે. તેમાં તમામ ભાષાઓનો કલેક્શન સામેલ છે.

તમામ ભાષાઓમાં આટલા કરોડની કમાણી કરી

બીજી તરફ હિન્દી ભાષાની જ વાત કરીએ તો શાહરૂખ ખાનની જવાને 63-65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તમિલ ભાષાની વાત કરીએ તો ફિલ્મે અહીં 5 કરોડનો બિઝનેસ કર્યો છે અને તેલુગુ ભાષામાં પણ જવાન 5 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. એટલે કે શાહરૂખનો ચાર્મ સાઉથમાં પણ જોવા મળી રહ્યો છે.

શાહરૂખ ખાન બોલિવૂડનો બાદશાહ છે, તેમાં કોઈ શંકા નથી. દરેક જગ્યાએ તે તેની એક્ટિંગથી છવાઈ જાય છે, આજના સમયમાં તે ફિલ્મ કરે કે ન કરે, તેની બ્રાન્ડ વેલ્યુમાં કોઈ કમી નથી. શાહરૂખ પઠાણ ફિલ્મ દ્વારા મોટા પડદા પર પાછો ફર્યો હતો, જે બાદ હવે જવાન સાથે ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવા આવી ગયો છે. પરંતુ જવાનની કહાની થોડી અલગ છે, જે બોલિવૂડ સ્ટારથી આગળ શાહરૂખ ખાનને નેશનલ હીરો બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

પઠાણને પાછળ છોડી દીધી

જવાનના પહેલા દિવસના આંકડા સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફિલ્મે પહેલા દિવસની કમાણી મામલે શાહરૂખના પઠાણને ઘણું પાછળ છોડી દીધું છે. પઠાણે શરૂઆતના દિવસે 55 કરોડનો બિઝનેસ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે જવાને તે રેકોર્ડ તોડી નાખ્યો છે. જવાન હવે હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
બનાસકાંઠાના જગાણાની શાળાની 35 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
બનાસકાંઠાના જગાણાની શાળાની 35 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Breaking News : ઠાકોર સમાજના લગ્નોમાં ડીજે પ્રતિબંધ: સંચાલકોમાં રોષ
Breaking News : ઠાકોર સમાજના લગ્નોમાં ડીજે પ્રતિબંધ: સંચાલકોમાં રોષ
Breaking News : હાઇકોર્ટના આદેશથી અમદાવાદના વટવામાં મેગા ડિમોલેશન
Breaking News : હાઇકોર્ટના આદેશથી અમદાવાદના વટવામાં મેગા ડિમોલેશન
પરિચિતો સાથે અંગત બાબતો શેર કરવાનું ટાળો, વડીલ તમને મદદ કરી શકે છે
પરિચિતો સાથે અંગત બાબતો શેર કરવાનું ટાળો, વડીલ તમને મદદ કરી શકે છે
બસ પાછળ ધડાકાભેર અથડાઈ કાળમુખી કાર, યુવકનો ચમત્કારિક બચાવ
બસ પાછળ ધડાકાભેર અથડાઈ કાળમુખી કાર, યુવકનો ચમત્કારિક બચાવ
g clip-path="url(#clip0_868_265)">