
હરિયાણાના યુટ્યુબર એલ્વિશ યાદવના ઘર પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. એલ્વિશના ગુરુગ્રામ ઘર સ્થિત 25 થી 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ગુરુગ્રામના સેક્ટર 56માં એલ્વિશ પોતાના પરિવારની સાથે રહે છે. પરંતુ જે સમયે ફાયરિંગની ઘટના બની તે સમયે એલ્વિશ ઘરે હાજર ન હતો. આ સમગ્ર ઘટના વહેલી સવારે બની છે.ફાયરિંગના સમયે ઘર પર એલ્વિશ યાદવની માતા અને કેર ટેકર હતી. એલ્વિશ હાલમાં વિદેશ પ્રવાસ પર છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા નથી.
પરંતુ આ ઘટનાથી એલ્વિશ યાદવનો પરિવાર ડરમાં છે. હાલમાં તો આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં કોઈ નિવેદન સામે આવ્યું નથી. તેમજ એલ્વિશ યાદવ અને તેના પરિવારે પણ આ મામલે કાંઈ બોલ્યું નથી.
એલ્વિશ યાદવ પહેલા બોલિવુડ સિંગર ફાઝિલપુરિયા પર પણ ફાયરિંગ થઈ ચૂક્યું છે. અંદાજે એક મહિનાની અંદર આ પ્રકારની બીજી ઘટનાથી પોલીસના કામકાજ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ તપાસમાં લાગી છે. તેમજ ઘરની આસપાસના સીસીટીવી કેમેરા દ્વારા હુમલાખોરની ઓળખ કરવામાં આવશે.
એલ્વિશ યાદવના પિતાનો દાવો છે કે, અંદાજે 25 થી 30 રાઉન્ડ ફાયરિંગ થયું છે. આ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે, 10-12 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ગુરુગ્રામ પોલીસ મુજબ આ ફાયરિંગની ઘટના અંદાજે વહેલી સવારે 5.30 કલાકે થઈ હતી. ઘરમાં એલ્વિશ યાદવ ત્રીજા માળે રહે છે.આ ઘટના અંગે એલ્વિશ યાદવ કે તેના પરિવાર દ્વારા હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી તેવી માહિતી પણ સામે આવી છે.
તમને જણાવી દઈએ કે બિગ બોસમાં ગયા પછી એલ્વિશ યાદવની એક અલગ ઓળખ બની હતી. તેનો વિવાદો સાથે લાંબો સંબંધ છે.એલ્વિશ યાદવ રોડિઝનો પણ ભાગ રહી ચૂક્યો છે. નાની ઉંમરમાં યુટ્યુબથી એલ્વિશ યાદવે મોટી ઓળખ બનાવી છે.
Published On - 9:29 am, Sun, 17 August 25