ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. એક ઈવેન્ટ દરમિયાન તેણે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ, જે બાદ શ્વેતા તિવારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભોપાલમાં (Bhopal) પોતાની વેબ સિરીઝના લોન્ચિંગ ઈવેન્ટમાં શ્વેતાએ સ્ટેજ પર ‘ભગવાન’નું નામ લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. ત્યારે હવે ભોપાલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 295 (A) હેઠળ અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ FIR મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કરી છે. મિશ્રાએ આ મામલે કહ્યું કે, ‘મેં પોતે શ્વેતા તિવારીના મોંથી આ સાંભળ્યું છે. હું તેનો વિરોધ કરું છું. મેં ભોપાલ પોલીસ કમિશનરને (Bhopal Commissioner) આ મામલે તપાસ કરવા જણાવ્યુ છે અને રિપોર્ટ પણ માંગ્યો છે. આ મામલે અભિનેત્રી પર કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે અભિનેત્રીના વિવાદાસ્પદ નિવેદનને લઈને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ (Narotam Mishra) ભોપાલ પોલીસ કમિશનરને પણ આ સંબંધમાં તમામ તથ્યો તપાસવા અને 24 કલાકની અંદર રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે, ત્યારબાદ આગળ નિર્ણય લેવામાં આવશે.
તાજેતરમાં અભિનેત્રી શ્વેતા તિવારી વેબસિરીઝ ઈવેન્ટમાં સામેલ થવા ભોપાલ ગઈ હતી. આ ઈવેન્ટમાં તેમણે ભગવાનને સંંબંધિત વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે જ અટકળો શરૂ થઈ હતી કે અભિનેત્રી શ્વેતા તિવારી વિવાદમાં ફસાઈ શકે છે. પોતાની અપકમિંગ વેબસીરીઝના લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચેલી અભિનેત્રી કાર્યક્રમમાં બાકીના લોકો સાથે સ્ટેજ પર બેઠી હતી, તે જ સમયે શ્વેતાના મોઢામાંથી આ વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યુ, ‘મારી બ્રા સાઈઝ…’. આ વિવાદાસ્પદ નિવેદનને લઈને હાલ અભિનેત્રીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.