દેશમાં દિવસે દિવસે ડિજીટલ એરેસ્ટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સાયબર માફિયાઓની જાળમાં અનેક લોકો ફસાય છે. ત્યારે આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના આગ્રામાંથી સામે આવી છે.ઉત્તર પ્રદેશના આગ્રામાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ફેમિના મિસ ઈન્ડિયાને બે કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવી હતી. ફેમિના મિસ ઈન્ડિયા શિવાંકિતા દીક્ષિતને સીબીઆઈના અધિકારીઓની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી હતી.
ફેમિના મિસ ઈન્ડિયા શિવાંકિતા દીક્ષિતને ધમકી આપી હતી અને તેમના બેંક ખાતામાંથી પૈસા પણ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ શિવાંકિતા દીક્ષિતે આખો મામલો તેના પિતાને કહ્યું અને ત્યારે જ ખબર પડી હતી કે તે સાયબર ફ્રોડનો શિકાર બની છે.
શિવાંકિતા દીક્ષિત એક મોડેલ છે અને 2017 માં ફેમિના મિસ ઈન્ડિયા બેસ્ટ બંગાળ બની હતી. શિવાંકિતા દીક્ષિત આગરાના શાહગંજ વિસ્તારના માનસ નગરમાં રહે છે. મીડિયા રીપોર્ટસ અનુસાર મંગળવારે એક વીડિયો કોલ આવ્યો હતો, વીડિયો કોલ મળતા જ સામેના વ્યક્તિએ પોતાને CBI ઓફિસર તરીકે ઓળખ આપી હતી. વીડિયો કોલમાં દેખાતો વ્યક્તિ કોલ પર વાત કરી રહ્યો હતો અને તેની પાછળ પોલીસ યુનિફોર્મમાં ઘણા અધિકારીઓ ઉભા હતા. જેના કારણે શિવાંકિતા દીક્ષિત ડરી ગઈ હતી.
ફોન કરનાર વ્યક્તિએ પોતાનો પરિચય સીબીઆઈ અધિકારી તરીકે આપ્યો અને કહ્યું કે બાળકોના અપહરણ માટે ખંડણીની રકમ તમારા બેંક ખાતામાં જમા થઈ ગઈ છે, અને મની લોન્ડરિંગનો પણ કેસ છે.
તમારા ખાતામાંથી મની લોન્ડરિંગ ટ્રાન્ઝેક્શન થયું છે, જેના પછી શિવંકિતા દીક્ષિત સંપૂર્ણપણે ગભરાઈ ગઈ છે. જેમ જેમ વિડિયો કોલર મોડલને કહેતો રહ્યો, તેણીએ તે જ રીતે કામ કરવાનું ચાલુ રાખ્યું. સીબીઆઈ ઓફિસર તરીકે ફોન કરનાર વ્યક્તિએ જ્યારે તેને પહેલા રૂમનો દરવાજો બંધ કરવા કહ્યું ત્યારે મોડલે રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો.
આ દરમિયાન બદમાશોએ મોડલના બેંક ખાતામાંથી 99 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને સાયબર માફિયાઓએ શિવાંકિતા દીક્ષિતને બે કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા હતા અને તે પછી જ્યારે મોડલ તેના રૂમમાંથી બહાર આવી હતી .
મોડલ શિવંકિતા દીક્ષિતે સાયબર પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરાવી છે. તેમજ મોડલ સાથે થયેલી સમગ્ર ઘટના પોલીસને જણાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે..