Passes Away : મનોરંજન જગત સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જાણીતા બંગાળી સિંગર સંધ્યા મુખર્જીનું (sandhya mukherjee) કોલકાતાની (kolkata) એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર હતી પરંતુ બુધવારે તેમના અવસાનના સમાચારથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનુ મોજું ફરી વળ્યુ છે.
સંધ્યા મુખર્જીના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં શોકની લહેર જોવા મળી રહી છે. 60 અને 70ના દાયકામાં પોતાના સુરીલા અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરનાર સંધ્યા મુખર્જીએ ઘણા શાનદાર ગીતો આપ્યા છે. તેણે માત્ર બંગાળી ઈન્ડસ્ટ્રીમાં(Bengali Film Industry) જ પોતાની ઓળખ બનાવી નથી, પરંતુ દેશભરના સંગીત સાથે જોડાઈને ઘણું સન્માન પણ મેળવ્યું છે. તેમનું નિધન માત્ર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને (Music Industry) ખોટ પડી છે.
Legendary Bengali singer Sandhya Mukherjee passes away following massive cardiac arrest: Hospital sources
— Press Trust of India (@PTI_News) February 15, 2022
સિંગર સંધ્યા મુખર્જીનો જન્મ 4 ઓક્ટોબર 1931ના રોજ ઢાકુરિયા, કોલકાતામાં થયો હતો. તેમણે બાળપણમાં પંડિત સંતોષ કુમાર બસુ, પ્રોફેસર એટી કન્નન અને પ્રોફેસર ચિન્મય લાહિરી પાસેથી સંગીતના પાઠ શીખ્યા હતા. તેમના ગુરુ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન હતા. તેમણે શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ પણ કર્યો હતો. તેણે માત્ર બંગાળી ગીતો જ ગાયા નથી પણ ઘણા હિન્દી ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. બંગાળી ગાયક હેમંત મુખર્જી સાથેના તેમના કપલ સોંગ ખૂબ જ લોકપ્રિય થયા હતા.
સંધ્યા મુખર્જી તાજેતરમાં જ ચર્ચામાં આવી હતી જ્યારે તેમના વતી પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award)નકારવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના અવસર પર તેમને આ સન્માન આપવામાં આવ્યુ હતું. ગાયકની પુત્રી સૌમીએ કહ્યુ કે, તેની માતાએ પદ્મશ્રી સન્માન સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, 90 વર્ષની વયે તેમના જેવા દિગ્ગજ વ્યક્તિને પદ્મશ્રી પ્રદાન કરવું ખૂબ જ શરમજનક છે. સાથે તેણે એમ પણ કહ્યુ હતુ કે આ બાબતને રાજકીય સ્વરૂપ ન આપો.
આ પણ વાંચો : Laal Singh Chaddha : ફરી ટળી આમિરખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રીલીઝ ડેટ, હવે આ દીવસે દર્શકોને જોવા મળશે