Expensive Gift: નિક જોનસે Priyanka Chopra ને જન્મદિવસ પર આપી એક દુર્લભ ભેટ ? અભિનેત્રીએ શેર કરી તસ્વીર

|

Jul 19, 2021 | 6:57 PM

18 જુલાઈએ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) નો જન્મદિવસ હતો, અભિનેત્રીએ તેમનો 39 મો જન્મદિવસ (Priyanka Chopra Birthday) લંડનમાં કામ કરીને પસાર કર્યો હતો, પરંતુ આ દરમિયાન અભિનેત્રીએ તેમના સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીર જોઇને એમ કહેવામાં આવી રહ્યું છે કે આ નિકે પ્રિયંકાને તેના જન્મદિવસ પર ગિફ્ટ આપી છે. જુઓ આ ખાસ તસ્વીર.

Expensive Gift: નિક જોનસે Priyanka Chopra ને જન્મદિવસ પર આપી એક દુર્લભ ભેટ ? અભિનેત્રીએ શેર કરી તસ્વીર
Priyanka Chopra, Nick Jonas

Follow us on

બોલીવુડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ તેમનો જન્મદિવસ 18 જુલાઈએ લંડનમાં ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમના પતિ નિક જોનસ (Nick Jonas) તેમની સાથે ન હતા. તમને જણાવી દઈએ કે, નિક આ દિવસોમાં પ્રિયંકા ચોપરાથી દુર LA માં છે. પતિ હોવાને કારણે પ્રિયંકા ચોપરાને નિકે નિશ્ચિતપણે ગિફ્ટ મોકલી હતી. હા, પ્રિયંકા ચોપરા શરૂઆતથી જ વાઇનની શોખીન છે. જેના કારણે નિકે તેમની પત્નીને મોંઘી વાઇન બોટલ મોકલી હતી.

આ બોટલની તસ્વીરને પ્રિયંકા ચોપરાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમના ચાહકો સાથે શેર પણ કરી છે. આ બોટલનું નામ ‘ચેટો માઉટન રોથ્સચાઇલ્ડ 1982’ છે. એવું કહેવામાં આવે છે કે આ વાઇન મેળવવું ખૂબ જ મુશ્કેલ છે અને ખૂબ ઓછા લોકો તેને ખરીદી પણ શકે છે. સોશિયલ મીડિયા પર આ બોટલની તસ્વીર શેર કરતા પ્રિયંકા ચોપરાએ પણ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

આ તસ્વીર શેર કરતા પ્રિયંકા ચોપરાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે “લવ યુ નિક જોનસ”. નિક જોનાસ જે હાલમાં તેમના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે તેમણે પણ પત્નીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સિંગરે પ્રિયંકાના જન્મદિવસની પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, “હેપ્પી બર્થડે માય લવ, તમને જીવનની બધી ખુશીઓ મળે જેનાં તમે હકદાર છો.” આજે અને હંમેશા હું તમને પ્રેમ કરતો કરીશ.”

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ પોસ્ટની સાથે નિકે એક સુંદર તસ્વીર પણ શેર કરી છે. જેમાં આપણે પ્રિયંકા ચોપરાની આજની તસ્વીર અને બાળપણની તસ્વીર જોઇ રહ્યા છીએ. નિક જોનસ અને પ્રિયંકા ચોપરા એક બીજાને ખૂબ ચાહે છે. જેની ઝળક આપણને સોશિયલ મીડિયા પર ઘણી વાર જોવા મળે છે. તે જ સમયે, આ જોડીને ચાહકો પણખૂબ પસંદ કરે છે.

 

નિક અને પ્રિયંકાના લગ્ન 2018 માં ભારતમાં થયા હતા. એવું કહેવામાં આવે છે કે તે ભારતના 10 રોયલ લગ્નમાંના એક હતા. આ લગ્નમાં બંને બાજુથી પાણીની જેમ પૈસા વહેતા થયા હતા. આવી સ્થિતિમાં, આ દિવસોમાં પ્રિયંકા ચોપરા લંડનમાં તેમની આગામી વેબ સિરીઝનું શૂટિંગ કરી રહી છે. આ સિરિઝના નિર્માતા રુસો બ્રધર્સ છે જેને આપણે એવેન્જર્સ માટે પણ જાણીએ છીએ. આ સિવાય દેશી ગર્લ આપણને ટૂંક સમયમાં ‘ટેક્સ્ટ ફોર યુ’ માં પણ જોવા મળશે. આટલું જ નહીં, અભિનેત્રી ખૂબ જ જલ્દી કિયાનૂ રીવ્સ (Keanu Reeves) સાથે મેટ્રિક્સ -4 (The Matrix 4) માં પણ જોવા મળશે.

Next Article