Aryan Drug Case: આર્યન સહિત આઠ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

|

Oct 07, 2021 | 7:23 PM

ડ્રગ્સ કેસમાં ફસાયેલા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આર્યન ખાન અને અન્ય બેને આ કેસમાં 7 ઓક્ટોબર સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

Aryan Drug Case: આર્યન સહિત આઠ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
આર્યન ખાન સહીત આઠ આરોપીઓને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

Follow us on

Aryan Drugs Case :  ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ગુરુવારે જામીન માટે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ખાન અને અન્ય બે આરોપીઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કસ્ટડીમાં છે, મુંબઈમાં ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં (Drugs Party) દરોડા દરમિયાન NCB દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેની સતાવાર ધરપકડ પણ કરવામાં આવી હતી.ત્યારે હાલ મળતા અહેવાલ અનુસાર NCB એ આર્યન અને તેના સાથીઓની  11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવાની કોર્ટમાં માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આર્યન સહિત આઠ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

NCB એ કર્યો ચોંકાવનારો દાવો

4 ઓક્ટોબરના રોજ છેલ્લી સુનાવણી વખતે, એનસીબીએ એસ્પ્લેનેડ કોર્ટને જણાવ્યું હતું કે, તેને વોટ્સએપ ચેટ્સ મળી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેણે પેડલર્સ સાથે ચર્ચા કરી હતી અને લિંક્સની તપાસ માટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ(Arbaaz Marchant) અને મુનમુન ધામેચાની કસ્ટડી માંગી હતી. ત્યારબાદ કોર્ટે ત્રણેયની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

શાહરૂખ ખાનના વકીલે આર્યનનો બચાવ કર્યો

અભિનેતા શાહરૂખ ખાનના પુત્રના વકીલે કોર્ટને (Court) જણાવ્યું હતું કે, આર્યન ખાનને આ પાર્ટીમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતો અને તેમને કોઈ સીટ કે કેબિન પણ ફાળવવામાં આવી ન હતી. વકીલ સતીશ મણેશીંદેએ આર્યન ખાનને પેડલર્સ  સાથે કોઈ કનેક્શન હોવાનો પણ ઇનકાર કર્યો હતો અને NCB (Narcotics Control Bureau) પર આરોપ લગાવ્યો હતો કે, તેનો કેસ માત્ર વોટ્સએપ ચેટ્સ પર આધારિત છે. દરમિયાન, એનસીબીએ આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરી છે. NCB મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડેએ બુધવારે જણાવ્યું હતું કે બિટકોઈન સાથે જોડાયેલી કેટલીક લિંક્સ(Connection)  પણ સામે આવી રહી છે.

 

 

આ પણ વાંચો : Aryan Drugs Case : આર્યનની વધી મુસીબત, NCB એ 11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવાની કરી માંગ

આ પણ વાંચો : Aryan Khan Drug Case: જે વ્યક્તિ કાયદો તોડશે તેને પકડવામાં આવશે – જાણો સમીર વાનખેડેએ કેમ આપ્યું આવુ નિવેદન

 

Published On - 7:03 pm, Thu, 7 October 21

Next Article