Breaking News : સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા પછી EDએ નેહા શર્માની પૂછપરછ કરી, બેટિંગ એપ કેસમાં મીમી ચક્રવર્તીને પણ સમન્સ પાઠવ્યું

બોલિવુડ સ્ટાર સોનુ સુદ અને ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. જેનું કારણ મની લોન્ડ્રિંગનો કેસ રહ્યો છે. આ વચ્ચે અભિનેત્રી નેહા શર્મા પણ ઈડીની રડારમાં આવી છે. તેને પુછપરછ માટે બોલાવવામાં આવી છે.બેટિંગ એપ કેસમાં મીમી ચક્રવર્તીને પણ સમન્સ પાઠવ્યું છે.

Breaking News : સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા પછી EDએ નેહા શર્માની પૂછપરછ કરી, બેટિંગ એપ કેસમાં મીમી ચક્રવર્તીને પણ સમન્સ પાઠવ્યું
| Updated on: Dec 02, 2025 | 2:27 PM

બોલિવુડ અભિનેત્રી નેહા શર્મા પણ હવે ઈડીની રડાર પર છે,કેન્દ્રીય તપાસ એજન્સી ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)એ ગયા અઠવાડિયે અભિનેત્રીને સમન્સ પાઠવ્યા હતા. 2 ડિસેમ્બરના રોજ તેને દિલ્હીની ઈડી ઓફિસમાં પુછપરછ માટે બોલાવવામાં આવી છે. બેટિંગ એપ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ કેસ મામલે તપાસ ચાલી રહી છે. આ પહેલા અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને સોનુ સુદની પણ આ મામલે પુછપરછ થઈ ચૂકી હતી. ક્રિકેટર શિખર ધવન, સુરૈશ રૈના સહિત અનેક મોટા સ્ટારને ઈડીએ સમન્સ મોકલ્યું હતુ.

મની લોન્ડ્રિંગ કેસમાં પુછપરછ

મળતી જાણકારી મુજબ અભિનેત્રી અને પોલિટિશિયન મિમી ચક્રવર્તીને આ મામલે 15 સપ્ટેમ્બરના રોજ ઈડીએ સમન્સ મોકલ્યું હતુ. ત્યારબાદ બેટિંગ એપ સાથે જોડાયલ મની લોન્ડ્રિંગ કેસમાં પુછપરછ કરવામાં આવી હતી. જાણકારી મુજબ 1xBet મની લોન્ડ્રિંગ કેસમાં ઉર્વશી રૌતેલાને પણ સમન્સ મોકલવામાં આવ્યું હતુ.જેની 16 સપ્ટેમ્બરના રોજ પુછપરછ કરવામાં આવી હતી.

થોડા સમય પહેલા હતો જન્મદિવસ

મોડેલ અને અભિનેત્રી નેહા શર્માને મંગળવાર, 2 ડિસેમ્બરના રોજ ED મુખ્યાલયમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. તે ત્યાં હાજર થઈ ગઈ છે અને ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન કેસના સંદર્ભમાં ED દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી એન્ડોર્સમેન્ટ દ્વારા સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંકળાયેલી છે, જેના કારણે તે EDના રડાર હેઠળ આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.નેહા શર્માનો જન્મદિવસ 21 નવેમ્બરના રોજ હતો. એટલે કે, જન્મદિવસના થોડા સમય બાદ ઈડીની રડારમાં આવી હતી.

બેટિંગ એપની ઈન્ડિયાની એમ્બેસેડર ઉર્વશી રૌતેલા હતી. તેમજ યુવરાજ સિંહ, સુરૈશ રૈન, રોબિન ઉથપ્પા અને શિખર ધવન જેવા ક્રિકેટરોને પણ સમન્સ મોકલવામાં આવ્યું હતુ. તપાસ પછી તેની 11.14 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં કેટલાક ઈન્ફ્યુલન્સની પણ પૂછપરછ કરવામાં આવી છે.આ મામલે ઈડીનું કહેવું છે કે, 1xBet એપ ભારતમાં પરમિશન વગર ઓપરેટ કરવામાં આવતી હતી. જે ઓનલાઈન વીડિય અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને ટાર્ગેટ કરતી હતી.

રાજકીય પરિવારમાંથી આવતી બોલિવુડ અભિનેત્રીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

 

Published On - 2:10 pm, Tue, 2 December 25