Drugs Case: રકુલ પ્રીત સિંહ ડ્રગ્સ કેસમાં ED સમક્ષ થઈ હાજર, 4 વર્ષ જુના કેસમાં થઈ પુછપરછ

|

Sep 03, 2021 | 7:07 PM

ટોલીવૂડના લગભગ 12 મોટા સ્ટાર્સને ડ્રગ્સ સંબંધિત 4 વર્ષ જૂના કેસમાં પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જ્યાં આ કડીમાં રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થઈ હતી.

Drugs Case: રકુલ પ્રીત સિંહ ડ્રગ્સ કેસમાં ED સમક્ષ થઈ હાજર, 4 વર્ષ જુના કેસમાં થઈ પુછપરછ
Rakul Preet Singh

Follow us on

બોલિવૂડ અને સાઉથની સુંદર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) આજે હૈદરાબાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થઈ છે. EDએ તેને હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું, જે બાદ અભિનેત્રી આજે હાજર થઈ છે. આ તેલુગુ ફિલ્મ ઉદ્યોગ સાથે સંબંધિત 4 વર્ષ જૂનો કેસ છે. જ્યાં આજે અભિનેત્રી હૈદરાબાદની ઈડી ઓફિસ પહોંચી છે.

 

આ કેસ વર્ષ 2017નો છે, જ્યાં તેલંગાણાના એક્સાઈઝ એન્ડ પ્રોહિબિશન વિભાગે 30 લાખ રૂપિયાના ડ્રગ્સને જપ્ત કર્યુ છે. વિભાગે આ કેસમાં 12 કેસ નોંધ્યા હતા. જ્યાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં મની લોન્ડરિંગના એન્ગલથી તેની તપાસ શરૂ કરી છે. આ કેસમાં રકુલ પ્રીત સિંહ અગાઉ 6 સપ્ટેમ્બરે હાજર થવાનું હતું, પરંતુ ઈડીએ તેમને 3 સપ્ટેમ્બરે જ હાજર રહેવા કહ્યું છે. EDએ આ કેસમાં 12 સાઉથ સ્ટાર્સને સમન્સ પાઠવ્યા છે. આ કેસમાં રાણા દગ્ગુબાતી અને રવિ તેજાના નામ પણ સામે આવ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ કેસમાં અભિનેત્રી ચાર્મી કૌર (Actress Charmi Kaur)ની પણ ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. જેના કારણે EDએ આ કેસમાં તેની તપાસ તેજ કરી દીધી છે. આ કેસ છેલ્લા ઘણા દિવસોથી ટોલીવુડમાં ચાલી રહ્યો છે. જ્યાં સતત તપાસ માટે રચાયેલી ટીમ તેની તપાસ કરી રહી છે.

 

તમને જણાવી દઈએ કે ટોલીવુડ સિવાય બોલીવુડમાં પણ ડ્રગ્સના ઘણા કેસ ચાલી રહ્યા છે, જેમાં તાજેતરમાં જ પ્રખ્યાત અભિનેતા એજાઝ ખાન અને ગૌરવ દીક્ષિતના નામ સામે આવ્યા છે, જ્યારે અરમાન કોહલી પણ આ સમયે જેલમાં છે, જ્યાં તેમના પર ડ્રગ્સનું સેવન કરવાનો અને તેને ઘરમાં રાખવાનો આરોપ છે. એજાઝ ખાનની પોલીસે માર્ચમાં ધરપકડ કરી હતી. ત્યારથી તે હજુ પણ જેલમાં છે. આ સિવાય પોલીસ છેલ્લા કેટલાક મહિનાઓથી ગૌરવ દીક્ષિતને પણ શોધી રહી હતી. જે હવે પોલીસના હાથે ઝડપાયો છે.

 

એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ સાથે તેની પૂછપરછમાં ગૌરવે અરમાન કોહલીનું નામ લીધું હતું અને હવે પોલીસે તેની પણ ધરપકડ કરી છે. પોલીસ આ કેસની ઝડપી તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ આ કેસમાં શું નવો વળાંક લે છે તે જોવાનું રહેશે.

 

આ પણ વાંચો :- Good News : અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 નું શૂટિંગ શરૂ, પંકજ ત્રિપાઠી પણ મચાવશે ધમાલ

 

આ પણ વાંચો :- પ્રભાસ સાથે લગ્ન કરવા માંગે છે Kriti Sanon, જાણો કયા અભિનેતા સાથે કરશે ફ્લર્ટ?

Next Article