શું ‘ભાભી જી ઘર પર હૈં’ની સૌમ્યાએ ફેક ID બનાવીને લઇ લીધી કોરોના વેક્સિન?, સવાલો પર ભડકી અભિનેત્રી

|

Jun 06, 2021 | 2:44 PM

ભાભીજી ઘર પર હૈમાં ગોરી મેમનું પહેલા પાત્ર ભજવતી સૌમ્યા પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે તેણે વેક્સિન આવશ્યક કાર્યકર તરીકે લીધી હતી. આ પર અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે.

શું ભાભી જી ઘર પર હૈંની સૌમ્યાએ ફેક ID બનાવીને લઇ લીધી કોરોના વેક્સિન?, સવાલો પર ભડકી અભિનેત્રી
સૌમ્યા ટંડન

Follow us on

દેશભરમાં કોરોના સામેના એકમાત્ર હથિયાર વેક્સિનનું અભિયાન ચાલી રહ્યું છે. આ વચ્ચે વેક્સિનની અછતની પણ વાતો આવતી રહે છે. દેશમાં વેક્સિન લગાવવા માટે રજીસ્ટ્રેશન કરાવીને સ્લોટ બુક કરાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં ઘણી જગ્યાએથી ફ્રોડ રીતે વેક્સિન લઇ લેવાના અહેવાલો સામે આવતા રહે છે. આ બાબતે ફેમસ અભિનેત્રી સૌમ્યા ટંડન પણ વિવાદમાં ફસાઈ હતી.

ફેક આઈડી બનાવીને સૌમ્યાએ લીધી વેક્સિન?

ભાભીજી ઘર પર હૈમાં ગોરી મેમનું પહેલા પાત્ર ભજવતી સૌમ્યા પર આરોપ લગાવવામાં આવ્યા હતા કે તેણે વેક્સિન આવશ્યક કાર્યકર તરીકે લીધી હતી. જણાવવામાં આવી રહ્યું હતું કે સૌમ્યાએ થાણેમાં એક સેન્ટરમાં ગેરકાયદેસર રીતે બનાવટી આઈડી બનાવીને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. આ બાબતે નેટ પર પણ ઘણો વિવાદ ચાલ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સૌમ્યાએ આપ્યો જવાબ

જ્યારે સૌમ્યા ટંડનને આ સમાચારની જાણ થઈ ત્યારે તેણે આ સમાચારને ખોટા ગણાવ્યા. સૌમ્યાની ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે આ અહેવાલો ખોટા છે. અને બાદમાં સૌમ્યાએ પોતે પણ ટ્વીટ કરીને આ વાતનું ખંડન કર્યું છે. તેણે લખ્યું કે ‘મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા છે કે થાણેમાં કોઈ રીતે છેતરપિંડી કરીને મેં કોવિડ રસીનો પહેલો ડોઝ લીધો છે. આ સમાચાર ખોટા છે. મેં મારો પ્રથમ ડોઝ લીધો છે પરંતુ મેં તે મારા ઘરની નજીકના કેન્દ્રમાં અને સંપૂર્ણ યોગ્ય પ્રક્રિયા સાથે લીધો છે. કૃપા કરીને બિનસત્તાવાર સમાચાર અને દાવાઓને માનશો નહીં.

મીરાં ચોપડા પર પણ લાગ્યા હતા આરોપો

તમને જણાવી દઈએ તાજેતરમાં સૌમ્યા ટંડનને લઈને આવા સમાચારો આવ્યા હતા કે તેણે થાણેની પાર્કિંગ પ્લાઝા કોવિડ હોસ્પિટલમાંથી ગેરકાયદેસર રીતે વેક્સિન લીધી છે. આ બાદ થાણે મહાનગરપાલિકાએ તેની તપાસના આદેશ આપ્યા. સૌમ્યા પહેલા પણ પ્રિયંકા ચોપડાની કઝીન મીરાં ચોપડા પર પણ આવા આરોપ લાગ્યા હતા. મીરાની કથિત ફેક આઈડીની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી.

 

આ પણ વાંચો: “પીઝા બર્ગરની જો ડિલીવરી થઇ શકે, તો ઘરે ઘરે રેશન કેમ નહીં”, PM મોદીને CM કેજરીવાલે પૂછ્યા સવાલો

આ પણ વાંચો: કામની ટીપ્સ: મોબાઇલમાં ધીમું થઈ જાય છે ઇન્ટરનેટ? તો ફટાફટ અપનાવો આ ઉપાય

Next Article