Tiger Shroff અને કોરિયોગ્રાફર પરેશ પ્રભાકર વચ્ચે થઈ ડાન્સ સ્પર્ધા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

|

Mar 20, 2021 | 8:11 PM

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ તેમના શાનદાર ડાન્સ અને ફાઈટને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં રહે છે. હવે તેમનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે,

Tiger Shroff અને કોરિયોગ્રાફર પરેશ પ્રભાકર વચ્ચે થઈ ડાન્સ સ્પર્ધા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Tiger Shroff

Follow us on

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ તેમના શાનદાર ડાન્સ અને ફાઈટને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં રહે છે. હવે તેમનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડાન્સર સાથે ડાન્સ કોમ્પિટીશન કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટાઈગર અને કોરિયોગ્રાફર પરેશ પ્રભાકર શિરોડકર એક પછી એક ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યા છે. ટાઈગર શ્રોફ તાલ સાથે ડાન્સ (Tiger Shroff Dance Video) કરતા જોવા મળી રહ્યા છે.

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક રાઉન્ડ પછી ગીતની ધૂન જોરથી વધે છે. તેથી તે બંનેએ તેમનો ડાન્સને ફાસ્ટ કરવો પડે છે. ટાઈગર અને તેમના સાથીનો ડાન્સ ખૂબ જ આકર્ષક લાગે છે. આ વીડિયોમાં અભિનેતાએ બ્લુ રંગનું ટી-શર્ટ અને આરામદાયક ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકોએ વીડિયોને પસંદ કર્યો છે. તેમજ ઘણા બોલિવૂડ સેલેબ્સ કમેન્ટસ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

 

 

આ વીડિયો પર અભિનેતાએ કમેન્ટ કરી અને લખ્યું, ‘હા, હા, હા’. વળી, તેમની બહેન કૃષ્ણા શ્રોફે પણ ઈમોજી કમેન્ટ કરી છે. ઉપરાંત, તેમના ઘણા ચાહકો વીડિયો પર કમેન્ટ કરીને તેમના પ્રતિસાદ આપી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્શન લખ્યું, ‘જ્યારે તમને ક્લાસ કરવાનું મન ન થાય.’

 

 

 

 

તાજેતરમાં જ ટાઈગર શ્રોફે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મ ‘હીરોપંતી 2’માં સંગીત વિશેની માહિતી શેર કરી હતી. એ.આર.રહેમાન દ્વારા આપવામાં આવતા સંગીત અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. આ અંગે તેમણે લખ્યું કે, “મેકર્સે ફિલ્મ માટે એકેડેમી એવોર્ડ વિજેતા કમ્પોઝર્સ એ.આર.રહેમાન અને ગાયક મહેબૂબની પસંદગી કરી છે, તેમણે લખ્યું છે,” મહાન ઉસ્તાદ એ. આર. રહેમાન સાથે કામ કરવાનો મોકો મળે તે સન્માનની વાત છે. ”

 

 

 

 

તેમના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં ફિલ્મ ‘ગણપત’માં જોવા મળશે. ‘ગણપત’ ફિલ્મમાં તેમની સાથે કૃતિ સેનન મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. આ સિવાય તે ‘હિરોપંતી 2’માં પણ જોવા મળશે, આ ફિલ્મમાં તેમની સાથે તારા સુતરિયા જોવા મળશે.

 

આ પણ વાંચો: Mumbai Saga ને સફળ બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યા John Abraham અને Emraan Hashmi, વેચી રહ્યા છે ફિલ્મની ટિકિટ

Next Article