Dadasaheb Phalke Death Anniversary : દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એ ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માનોમાંનો એક છે, મનોરંજનની દુનિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વિશેષ વ્યક્તિને વાર્ષિક ધોરણે આ પુરસ્કાર આપવામાં આવે છે. સાઉથ સુપરસ્ટાર રજનીકાંત છેલ્લા 5 દાયકાથી આ એવોર્ડ મેળવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દાદાસાહેબ ફાળકેએ (Dadasaheb Phalke)દેશની પ્રથમ ફિલ્મ બનાવી હતી, તેથી તેમને ભારતીય સિનેમાના (Indian Cinema) પિતા કહેવામાં આવે છે.
તેમની 19 વર્ષની કારકિર્દીમાં તેમણે લગભગ 95 ફિલ્મો બનાવી હતી. તેણે પોતાની પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’લગભગ 15 હજારની સાલમાં બનાવી હતી. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે અમે તમને જણાવીશું કે તેમની ફિલ્મી સફર કેવી રીતે શરૂ થઈ હતી.
ભારતીય સિનેમાના પિતા ગણાતા દાદાસાહેબ ફાળકેનુ સાચું નામ ‘ધુંડીરાજ ગોવિંદ ફાળકે’ હતુ. તેમનો જન્મ 30 એપ્રિલ, 1870ના રોજ થયો હતો. તેઓ એક મહાન લેખક હોવાની સાથે સાથે મહાન દિગ્દર્શક પણ હતા. દાદાસાહેબ ફાળકે હંમેશા કલામાં રસ ધરાવતા હતા. તે આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા હતા. 1885માં તેઓ જેજે કોલેજ ઓફ આર્ટમાં જોડાયા. આર્ટ કોલેજ બાદ તેમણે આગળનું શિક્ષણ કલા ભવન, વડોદરા ખાતે પૂર્ણ કર્યું. 1890 માં દાદાસાહેબ વડોદરા ગયા જ્યાં તેમણે થોડો સમય ફોટોગ્રાફર તરીકે કામ કર્યું.ઉલ્લેખનીય છે કે, તેની પ્રથમ પત્ની અને બાળકના મૃત્યુ બાદ તેણે તે નોકરી છોડી દીધી હતી.
નોકરી છોડ્યા બાદ દાદાસાહેબ ફાળકેએ પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. ભારતીય કલાકાર રાજા રવિ વર્મા સાથે કામ કર્યા બાદ તેઓ પ્રથમ વખત ભારતની બહાર જર્મની ગયા હતા. ત્યાં તેણે પોતાના જીવનમાં પહેલીવાર ફિલ્મ ‘ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ’ જોઈ અને આ ફિલ્મ જોયા પછી તેણે ભારત આવીને પોતાની પહેલી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. પોતાની પહેલી ફિલ્મ બનાવવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આ ફિલ્મ બનાવવામાં તેમને છ મહિના લાગ્યા હતા.
બાદમાં દાદાસાહેબે તેમની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી. આ ફિલ્મ બનાવવા માટે તેને 15,000 રૂપિયા લાગ્યા હતા. જો કે આજે આ રકમ સાધારણ લાગે છે, પરંતુ તે દિવસોમાં તે ખૂબ મોટી રકમ હતી. આ ફિલ્મમાં દાદાસાહેબે પોતે રાજા હરિશ્ચંદ્રની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો : મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ : મશહુર બંગાળી સિંગર સંધ્યા મુખર્જીનું નિધન, સિંગરે ‘પદ્મશ્રી’ એવોર્ડ ઠુકરાવ્યો હતો