1962- The War In The Hillsમાં Crime Patrolના અનૂપ સોની

|

Feb 10, 2021 | 3:00 PM

1962ના યુધ્ધ ઉપર આધારિત વેબસિરીઝમાં ટેલિવિઝન ઉપર આવતી સીરીયલ ક્રાઈમ પેટ્રોલના અભિનેતા અનૂપ સોનીનું પાત્ર ભજવશે. આ વેબ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહેલી છે.

1962- The War In The Hillsમાં Crime Patrolના અનૂપ સોની
Anup Soni

Follow us on

અભિનેતા અનૂપ સોનીનું પાત્ર ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહેલી વોર વેબ સિરીઝ 1962- The War In The Hillsમાં બહાર આવ્યું છે. અનૂપ સિરીઝમાં મેજર રણજીત ખટ્ટરની ભૂમિકામાં દેખાશે. આ સિરીઝમાં અનૂપ અને અભયનાં પાત્રો વચ્ચેની મિત્રતા અને સ્પર્ધાની ભાવના દર્શાવવામાં આવશે. અભય સિરીઝમાં મેજર સૂરજ સિંહ તરીકે દેખાશે, જેની બટાલિયન ચીની સેના સાથે મૂઠભેડ કરે છે.

અનૂપ સોનીએ નાના પડદે એક શાનદાર કામ કર્યું છે. તેમણે ઘણા લાંબા સમયથી ખૂબ જ લોકપ્રિય શો ક્રાઇમ પેટ્રોલનું હોસ્ટ કર્યું છે. અનૂપ એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ તાંડવામાં પણ એક મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળ્યા હતા. 1962નું દિગ્દર્શન મહેશ માંજરેકર દ્વારા કરવામાં આવ્યું છે. મહેશ સાથેના તેના જૂના સંબંધોને યાદ કરતાં અનૂપે કહ્યું કે મહેશ સર અને મારો સંબંધ ખૂબ જૂનો છે. કેટલાક વર્ષો પહેલા અમે એક સાથે પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. તેથી, તેઓ એકબીજા સાથે કામ કેવી રીત કરવું તે સારી રીતે જાણે છે. એક દિવસ તેમણે મને કહ્યું કે તે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, જે 1962 ના યુદ્ધ પર આધારિત છે, અને ત્યારે જ મેં નક્કી કર્યું કે મારે તેનો એક ભાગ બનવું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

પોતાના પાત્ર અંગે અનૂપે કહ્યું – મારું પાત્ર રણજિત ખટ્ટર ખૂબ સારુ છે. તે સૂરજસિંહ સાથે મૈત્રીપૂર્ણ રીતે પ્રતિ સ્પર્ધા કરે છે. આ શ્રેણી આ યુદ્ધના કેટલાક અસ્પૃશ્ય પાસાઓ બહાર લાવશે. આપણા દેશ સાથે સંકળાયેલી યુદ્ધની વાર્તા હંમેશા પ્રેરણાદાયક હોય છે.

આ સીરીઝ ભારત અને ચીન વચ્ચે 1962 ના યુદ્ધ પર આધારિત છે, જેમાં 125 ભારતીય જવાનોએ 3000 ચીની સૈનિકોની હાલત ખરાબ કરી દીધી હતી. 1962 માં અભય અને અનૂપ સિવાય માહી ગિલ, સુમિત વ્યાસ અને આકાશ થોસર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. માહી મેજર સૂરજ સિંહની પત્ની શગુન સિંહની ભૂમિકા નિભાવી રહ્યા છે. તે જ સમયે, આકાશનું પાત્ર કિશન નામના સૈનિકનું છે. આ શ્રેણી 26 ફેબ્રુઆરીએ ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી પર રિલીઝ થશે.

Next Article