સલમાનખાનને એરપોર્ટમાં જતા CISF ઓફિસરે રોક્યાનો વીડિયો વાયરલ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા

|

Aug 21, 2021 | 8:25 AM

સલમાન ખાન (Salman Khan) અને કેટરીના કૈફ (Katrina Kaif) તેમની આગામી ફિલ્મ ટાઈગર 3 ના શૂટિંગ માટે રશિયા જવા રવાના થયા છે. એરપોર્ટ પરથી સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સલમાનખાનને એરપોર્ટમાં જતા CISF ઓફિસરે રોક્યાનો વીડિયો વાયરલ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા
salman Khan

Follow us on

ફેન્સ સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ટાઈગર 3 ની(Tiger 3) આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ (Katrina Kaif) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સલમાન ખાન અને કેટરીના કૈફ ટાઈગર 3 ના શૂટિંગ માટે રશિયા જવા રવાના થયા છે. એરપોર્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સલમાન ખાનને સીઆઈએસએફ અધિકારીએ (CISF officer) રોક્યો છે.

સલમાન અને કેટરીના એરપોર્ટ પર પહોંચ્યા કે તરત જ ફોટોગ્રાફરોએ તેમની તસવીરો ક્લિક કરવાનું શરૂ કરી દીધું. એરપોર્ટમાં પ્રવેશતા પહેલા તેને પોઝ આપવાનું પણ કહેવામાં આવ્યું હતું. સલમાને મીડિયા માટે પોઝ આપ્યા બાદ એરપોર્ટમાં પ્રવેશવાનું શરૂ કર્યું ત્યારે એક અધિકારીએ તેને સુરક્ષા તપાસ માટે રોક્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અધિકારીના વખાણ થઈ રહ્યા છે
વાયરલ થઈ રહેલા વીડિયોમાં, સલમાન ખાન અંદર જવાનું શરૂ કરે છે કે તરત જ તેને સીઆઈએસએફ અધિકારી દ્વારા સુરક્ષા તપાસ માટે રોકવામાં આવે છે. તે અધિકારીની તેની ફરજ યોગ્ય રીતે કરવા બદલ ખૂબ પ્રશંસા થઈ રહી છે.

જુઓ વિડીયો

એક યુઝરે લખ્યું – તે ખૂબ જ સરસ હતું કે CISF અધિકારીએ સલમાનને અંદર જતા અટકાવ્યા. બીજી બાજુ, અન્ય એક યુઝરે લખ્યું – હું સલમાન ખાનનો ચાહક નથી પણ જ્યારે CISF ના ઇન્સ્પેક્ટરે સલમાનને રોક્યો ત્યારે મને તે સૌથી વધુ ગમ્યું. તેમને તેમની ફરજ બજાવવા માટે સલામ. તે જ સમયે એકએ લખ્યું – પાવર ઓફ સીઆઈએસએફ યુનિફોર્મ.

વીડિયોમાં સલમાન ખાન બ્લુ ડેનિમ અને બ્લેક ટી-શર્ટ સાથે લાલ શૂઝમાં જોવા મળ્યો હતો. તે જ સમયે, કેટરિના કૈફે સંપૂર્ણ બ્લેક આઉટફિટ પહેર્યું હતું. તેણે કાળા પેન્ટ સાથે કાળું જેકેટ અને કાળા શૂઝસાથે લુકને પૂર્ણ કર્યો હતો. બંનેનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટાઇગર 3 ની વાત કરીએ તો આ ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં સલમાન રો એજન્ટમાં જોવા મળશે. ટાઇગરની પહેલી ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું હતું અને બીજી ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું હતું. આ ફિલ્મની ખાસ વાત એ છે કે ઇમરાન હાશ્મી પણ તેમાં જોવા મળશે. આ ફિલ્મમાં ઇમરાન નેગેટિવ રોલમાં જોવા મળશે.

 

આ પણ વાંચો : બેંક ખાતાથી લઈને આધાર કાર્ડ સુધી, જાણો અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા નાગરિકોને કઈ સુવિધાઓ મળશે

આ પણ વાંચો : તાલિબાન 31 ઓગસ્ટ સુધી સરકારની રચના અંગે કોઈ જાહેરાત કરી શકે નહીં, અફઘાન અધિકારીએ જણાવ્યું કારણ

Next Article