‘Chhichhore’ને મળ્યો બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ, સાજિદે સુશાંતસિંહ રાજપૂતને કર્યો સમર્પિત

|

Oct 25, 2021 | 9:06 PM

બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આ છેલ્લી ફિલ્મ હતી. 2019ની આ ફિલ્મ પછી સુશાંતે તે જ વર્ષે ફિલ્મ 'ડ્રાઈવ' કરી હતી, જે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

Chhichhoreને મળ્યો બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ, સાજિદે સુશાંતસિંહ રાજપૂતને કર્યો સમર્પિત
Sushant Singh Rajput, Sajid Nadiadwala

Follow us on

દેશની રાજધાની દિલ્લીમાં આજે એટલે કે સોમવારે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (67th National Film Awards)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ફિલ્મ ‘છિછોરે’ (Chhichhore)ને બેસ્ટ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. સુશાંત સિંહ રાજપૂત અભિનીત ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારી (Nitesh Tiwari)એ કર્યું હતું અને સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala)એ નિર્માણ કર્યું હતું.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આ ફિલ્મમાં સુશાંત ઉપરાંત વરુણ શર્મા (Varun Sharma) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) પણ હતી. ફિલ્મને મળેલ રાષ્ટ્રીય પુરસ્કારથી સમગ્ર ટીમ ખુશ છે. તે જ સમયે ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આ પ્રસંગે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યા હતા અને આ એવોર્ડ પણ તેમને સમર્પિત કરવામાં આવ્યો. સાજિદના પ્રોડક્શન હાઉસના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં સાજિદ અને સુશાંતનો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો.

 

સાજીદે નેશનલ એવોર્ડ સુશાંતને અર્પણ કર્યો

સુશાંતનો ફોટો શેર કરતા સાજિદના પ્રોડક્શન હાઉસે પોતાના ટ્વીટમાં લખ્યું- “NGE (Nadiadwala Grandson Entertainment)માં આજે આપણા બધા માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે અમને છિછોરે માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ ખાસ ફિલ્મ માટે નિતેશ તિવારીનો આભાર. અમે બધાના પ્રેમ માટે ખરેખર આભારી છીએ અને આ એવોર્ડ સુશાંતસિંહ રાજપૂતને સમર્પિત કરીએ છીએ.

 

 

ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમારંભ દરમિયાન નિતેશ તિવારી અને સાજિદ નડિયાદવાલાએ સુશાંત સિંહ રાજપૂત પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સુશાંત અમારી ફિલ્મનો મહત્વનો ભાગ હતા. તેમણે અમને ગૌરવ અપાવ્યું છે. અમે આ એવોર્ડ તેમને સમર્પિત કરીએ છીએ.

 

શ્રદ્ધા કપૂર, સુશાંત સિંહ રાજપૂત, વરુણ શર્મા અને તાહિર રાજ ભસીન (Tahir Bhasin) જેવા ઘણા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મ કોલેજના જીવન પર આધારિત હતી, જેની સાથે કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે, જેને કોલેજની આવી લાઈફ જીવી હોય. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી અને તેનું એક જ કારણ હતું, તેનું શાનદાર અને મજબૂત કન્ટેન્ટ.

 

બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી સુશાંત સિંહ રાજપૂતની આ છેલ્લી ફિલ્મ હતી. 2019ની આ ફિલ્મ પછી તે જ વર્ષે સુશાંતે ફિલ્મ ડ્રાઈવ કરી હતી, જે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. 14 જૂન, 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું. તેમનો મૃતદેહ તેમના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. તેમના મૃત્યુ બાદ તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા (Dil Bechara) રિલીઝ થઈ હતી, જેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.

 

 

આ પણ વાંચો :- સુપરસ્ટાર Rajinikanthને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, યાદ કરી કંડક્ટરથી એક્ટર બનવા સુધીની સફર

 

આ પણ વાંચો :- Bunty Aur Babli 2 Trailer: ડબલ હશે બંટી ઔર બબલીની ધમાલ, સિદ્ધાંત અને શાર્વરીએ કરી દીધી છે ગેમ અપ

 

Next Article