કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે કે પછી ગરબા સાંભળતા હોઈએ છીએ.
આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે. આ સોન્ગમાં જાનકી બોડીવાલા અને યશ સોની જોવા મળે છે.આ સોન્ગમાં જાનકી બોડીવાલા અને યશ સોની જોવા મળે છે.
ફિલ્મ નાડી દોષનું ફેમસ સોન્ગ ચાંદલિયો ઉગ્યો રેના lyrics ભાર્ગવ પુરોહિત દ્વારા લખવામાં આવ્યા છે. જ્યારે આ ગીતને ઐશ્વર્યા મજમુદારના અવાજમાં ગાવામાં આવેલુ છે. આ ગીતનું સંગીત કેદાર અને ભાર્ગવ દ્વારા આપવામાં આવ્યુ છે.
આઘે આઘેથી મનની ડેલીએ,
આઘે આઘેથી મનની ડેલીએ,
કાંઈ આવ્યા આકાશી કેર,
ચાંદલિયો ઉગ્યો રે
ઊંડે ઊંડેથી હરખું ઘેલી રે,
હું તો શમણાં એ આંજું નેણ,
ચાંદલિયો ઉગ્યો રે
ઓલી આંકેલી નદીયું હાથમાં,
ઓલી આંકેલી નદીયું હાથમાં,
એના મહેંદી એ વાળ્યાં વેર,
ચાંદલિયો ઉગ્યો રે
આઘે આઘેથી મનની ડેલીએ,
કાંઈ આવ્યા આકાશી કેર,
ચાંદલિયો ઉગ્યો રે
કાચી કુંવારી મારી નીંદર ઉતરાવી,
મને જાગતી મેલીને જાય રાતો,
જાકું છીને તો કાંઈ કોને કહું રે બાઈ,
કેવી તે લુંમઝુમ વાતો,
જાણે સોને મઢયા મારા દિવસો બધા,
એને રૂપેરી આપ્યા નેર,
ચાંદલિયો ઉગ્યો રે
આઘે આઘેથી મનની ડેલીએ,
કાંઈ આવ્યા આકાશી કેર,
ચાંદલિયો ઉગ્યો રે
Published On - 1:40 pm, Sun, 26 March 23