Breaking News : તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી 2026માં વિજયની વિક્ટ્રી

વિજયના ચૂંટણી વચનો સફળ રહ્યા. તેમણે પરિણીત મહિલાઓને 8 ગ્રામ સોનું આપવાનું વચન આપ્યું અને લોકોને સરકારી જમીન આપવાનું પણ વચન આપ્યું. આ વચનો લોકોમાં પડઘા પડ્યા, જેના કારણે સ્ટાલિનને 10 વર્ષ પછી સત્તા પરથી દૂર કરવામાં આવ્યા.

Breaking News  : તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી 2026માં વિજયની વિક્ટ્રી
| Updated on: May 04, 2026 | 3:34 PM

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીની શરુઆતી વલણોમાં અભિનેતા વિજય થલાપતિના ટીવીકે પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. 234 વિધાનસભા સીટ વાળી તમિલનાડુમાં વિજયની પાર્ટીને 100થી વધારે સીટ મળતી જોવા મળી રહી છે. 51 વર્ષનો વિજય વર્ષ 2024માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી રાજકારણમાં એન્ટ્રી કરી છે. વિજયના ચૂંટણીના વાદાઓએ તમિલનાડુમાં ચર્ચા જગાવી હતી. તેમણે મતદાન પહેલા છોકરીઓને લગ્ન દરમિયાન 8 ગ્રામ સોનું અને મહિલાઓને ફ્રીમાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતુ.

વિજયના આ વચનો તમિલનાડુની ચૂંટણીમાં હિટ રહ્યા છે. જેના કારણે એમકે સ્ટાલિનની પાર્ટી ડીએમકેની સત્તા ચેન્નાઈમાંથી જતી જોવા મળી છે.

 

 

થલાપતિ વિજયે ચૂંટણીમાં  આપ્યા હતા આ 5 મોટા વચન

1.મેનિફેસ્ટો જાહેર કરતા વિજયે કહ્યું હતુ કે, તમિલનાડુમાં લગ્ન કરનાર દરેક દીકરીઓને 8 ગ્રામ સોનું સરકાર આપશે. આ સરકારી સહાયતા તરીકે જોવામાં આવશે. વિજયની પાર્ટીએ ગોલ્ડની સાથે છોકરીઓને લગ્ન સમયે સરકાર તરફથી એક સાડી પણ આપવાનું વચન આપ્યું હતુ.

2. વિજયની પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં મહિલાઓને 2500 રુપિયાની સહાયતા આપવાની જાહેરાત કરી હતી. તેમણે વૃદ્ધો અને અપંગો માટે પેન્શનમાં દર મહિને 3,000નો વધારો કરવાનો પણ નિર્ણય લીધો.

3. TVKએ વચન આપ્યું હતું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવશે, તો તે ભૂમિહીન લોકોને મફત જમીન ભાડાપટ્ટે આપશે. વિજયે જણાવ્યું હતું કે ગરીબ લોકોને સરકારી જમીન ભાડાપટ્ટે આપવામાં આવશે.

4. અભિનેતા વિજયની પાર્ટીએ ઘરેલું સહાય તરીકે તમામ પરિવારો માટે દર વર્ષે 200 યુનિટ વીજળી અને 6 મફત ગેસ સિલિન્ડરની જાહેરાત કરી. TVK એ મહિલાઓને 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવાનું પણ વચન આપ્યું.

5. યુવાનોને આકર્ષવા માટે, TVK એ સ્નાતકોને 4,000 ની બેરોજગારી સહાયની જાહેરાત કરી. તેણે ઇન્ટર્નશિપ માટે 500,000 લોકોને ભરતી કરવાનું પણ વચન આપ્યું. TVK એ આગામી 5 વર્ષમાં 500,000 સરકારી નોકરીઓ આપવાનું પણ વચન આપ્યું.

અભિનેતામાંથી રાજકારણમાં એન્ટ્રી કરનાર વિજય થલાપતિનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Published On - 3:26 pm, Mon, 4 May 26

Follow Us