Breaking News : LockUpp 2માંથી બહાર થઈ ગોવિંદાની પત્ની સુનિતા આહુજા, રિયાલિટી શોથી હાથ જોડ્યા

Sunita Ahuja : બોલિવુડ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા લોકઅપમાંથી બહાર થઈ છે. તેને ઘરે લઈ જવા માટે પતિ ગોવિંદા અને દીકરી ટીના પહોંચી હતી. શોમાંથી બહાર થયા બાદ સુનિતા આહુજાએ રિયાલિટી શોથી હાથ જોડ્યા હતા. ચાલો બીજું શું કહ્યું જાણીએ.

Breaking News  :  LockUpp 2માંથી બહાર થઈ ગોવિંદાની પત્ની સુનિતા આહુજા, રિયાલિટી શોથી હાથ જોડ્યા
Image Credit source: AI
| Updated on: Jul 12, 2026 | 10:52 AM

સુનિતા આહુજા લોકઅપ 2માંથી બહાર થઈ છે. જજમેન્ટ ડે હતો અને આ દિવસે સુનિતા આહુજા અને રિયાઝ અલી શોમાંથી બહાર થયા છે. સુનિતા આહુજાના શોમાંથી ઘરે લઈ આવવા માટે ગોવિંદા અને તેની દીકરી ટીના આહુજા પહોંચ્યા હતા. લોકઅપ 2માંથી બહાર થયા બાદ સુનિતા આહુજાએ પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, હવે તે કોઈ પણ રિયાલિટી શોનો ભાગ બનશે નહી. સુનિતાએ કહ્યું લોકઅપ તેનો છેલ્લો રિયાલિટી શો હતો અને હવે તે બિગ બોસ જેવા કોઈ પણ આવા શોમાં જોવા મળશે નહી.

સુનિતા આહુજાએ રિયાલિટી શો લોકઅપ 2માં ગોવિંદાને લઈ અનેક નિવેદન આપ્યા છે. જે ખુબ ચર્ચામાં રહ્યા હતા. હવે શોમાંથી બહાર થઈ ચૂકી છે અને શોમાંથી બહાર આવ્યા બાદ તે રિયાલિટી શોમાં નહી જાય. સુનિતા આહુજાએ કહ્યું કે, તે ક્યારે પણ બિગ બોસમાં પણ જશે નહી. તેનું કહેવું છે કે, ગત્ત વર્ષે તેને બિગ બોસની ઓફર મળી હતી. પરંતુ હવે આવા શોથી દુર રહેવાનો નિર્ણય કર્યો છે.

બિગ બોસમાં જશે સુનિતા?

લોકઅપ 2માંથી બહાર આવ્યા બાદ એક વાતચીત દરમિયાન ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ કહ્યું મને લાગતું નથી કે, હું ક્યારેય બિગ બોસમાં જઈશ. લોકઅપમાં પસાર કરેલા 15 દિવસમાં મને બધા અનુભવ થયા છે. બિગ બોસ તો 3 મહિના લાંબો ચાલે છે. હું પાગુલ નથી. હું મારી લાઈફમાં કોઈ પણ રિયાલિટી શો કરીશ નહી.

શિવાંગી-હર્ષદ વિશે બોલી સુનિતા

સુનિતા આહુજાના હર્ષદ અને શિવાંગી સાથે સારા સંબંધો વિશે વાત કરતા કહ્યું. તે મારા બાળકોની જેમ છે. હું હર્ષદ અને શિવાંગીને પ્રેમ કરું છુ. લોકોએજ કહેશે જે કહેવા માંગે છે. આ તેની પર્સનલ લાઈફ છે. આમ તો ગોવિંદાનું નામ પણ કરિશ્મા કપૂર,નીલમ અને અન્ય બીજી અભિનેત્રીઓ સાથે જોડાયું હતુ પરંતુ તે એક કલાકાર છે. હું અહી 2 અઠવાડિયા રહી છું. હું હર્ષદ અને શિવાંગી વચ્ચે એક અલગ પ્રકારનું બોન્ડિંગ જોયું નથી. તે સારા ફ્રેન્ડ છે. શું ઈન્ડસ્ટ્રીમાં ફ્રેન્ડ બનીને રહેવું ખોટું છે?

 

સુનિતા આહુજા પતિ ગોવિંદાથી અલગ રહી જીવે છે લક્ઝરી લાઈફ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.