
નેટફ્લિક્સનો સૌથી મોટો અને સૌથી વિવાદિત રિયાલિટી શો લોકઅપ 2ના પહેલા જજમેન્ટ ડેમાં મોટો ઉલેટફેર થયો છે. ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યરની સફર શો શરુ થતાં જ પૂર્ણ થઈ હતી. તેને લોકઅપમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પહેલા અઠવાડિયે ઓછા મત મળવાના કાણે 5 સ્પર્ધકો લોકઅપમાંથી બહાર જવાના નિશાને હતા. જેમાં ગૌરવ ખન્નાની એક્સ પત્ની આકાંક્ષા ચમોલા અને શ્રેષ્ઠા અય્યર બોટમ ટુમાં હતી. ત્યારબાદ શોમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો હતો. કેદીઓએ પરસ્પર લાભ જોઈ આકાંક્ષા ચમોલાને બચાવી લીધી, જેના કારણે શ્રેષ્ઠા અય્યરને પહેલા જ અઠવાડિયામાં શોમાંથી બહાર કાઢવામાં આવી.
લોકઅપ સીઝન 2ને આ વખતે બોલિવુડ સ્ટાર રિતેશ દેશમુખ અને ફરાહ ખાન હોસ્ટ કરી રહ્યા છે. શોના પહેલા જજમેન્ટ ડેને મહાધમાકેદાર બનાવવા માટે બોલિવુડની ક્વિન કંગના રનૌતની સરપ્રાઈઝ એન્ટ્રી થઈ હતી. કંગના આ શોમાં હોસ્ટ નહી પરંતુ પહેલા દિવસે જનતાનો અવાજ બની કેદીઓના ક્લાસ લીધા હતા. હોસ્ટ રિતેશ અને ફરાહની સાથે મળી કંગનાએ જેલના કેદીઓને આખા અઠવાડિયાનો હિસાબ ખોલી દીધો હતો. તેમજ સ્પર્ધના ક્લાસ લીધા હતા.
ગત્ત અઠવાડિયે જેલની અંદર નવા સેલિબ્રિટીમાંથી 2-3 નહી પરંતુ 5 સ્પર્ધકો ડેન્જર ઝોનમાં આવ્યા હતા. ઓછા મત મળવાના કારણે ફેમસ બિઝનેસમેન અશ્રીર ગ્રોવરની પત્ની માધુરી ગ્રોવર ,ગૌરવ ખન્નાની પૂર્વ પત્ની આકાંક્ષા ચમોલા, ક્રિકેટર શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યર, સુફી મોતીવાલા અને શ્રેયા કાલરા પર બેધરની તલવાર લટકી હતી.
જજમેન્ટ ડેની શરુઆતમાં શો મેકર્સે ડેઝર ઝોનના આ સ્પર્ધકોને ખુદ સુરક્ષિત કરવા માટે એક તક આપી હતી. નિયમ મુજબ તમામને પોતાની જિંદગી સાથે છુપાયેલું એક સીક્રેટ દુનિયાની સામે ખોલવાનું હતુ. જેના માટે બજર લગાવવામાં આવ્યું હતુ. માધુરી ગ્રોવરે સૌથી પહેલા બઝર દબાવ્યું હતુ. માધુરીએ હોસ્ટની સામે પોતાની જિંદગીના એ સીક્રેટ શેર કર્યા હતા. લોકઅપના કડક નિયમથી તે એવિએક્શનથી સુરક્ષિત થઈ હતી. સુફી મોતીવાલા અને શ્રેયા કાલરા વોટિંગના કારણે પહેલા જ સફળ રહ્યા હતા.
માધુરી ગ્રોવર, સુફી અને શ્રેયા સુરક્ષિત થયા બાદ છેલ્લે આકાંક્ષા ચમોલા અને શ્રેષ્ઠા અય્યર વચ્ચે દાવ ફસાયો હતો. બંન્ને બોટમ ટુમાં આવ્યા હતા. હોસ્ટે એક મોટો ટ્વિસ્ટ રમતા નિર્ણય જનતાના બદલે જેલના કેદીઓના હાથમાં સોપ્યો હતો. જેલની અંદર આ રાજનીતી ખુલ્લીને સામે આવી હતી. સ્પર્ધકોએ પોતાની રમત, પોતાના તાલમેલ અને લાભ જોઈ આકાંક્ષા ચમોલાને બચાવવાનું શ્રેષ્ઠ સમજ્યું હતુ. તેના પક્ષમાં મત આવ્યા હતા. કેદીઓની આ માઈન્ડ ગેમે શ્રેષ્ઠા અય્યરની વિદાય નક્કી કરી હતી અને તેમણે પહેલા જ અઠવાડિયે શોમાંથી અલવિદા કહ્યું હતુ.