Breaking News : અમેરિકા-ઈરાન યુદ્ધની અસર શકીરાના ભારતમાં યોજાનાર કોન્સર્ટ પર પડી, કોન્સર્ટ પોસ્ટપોન કરાયો

પોપ આઈકન શકીરા 19 વર્ષ પછી ભારત આવી રહી હતી. 2007માં મુંબઈ પછી એપ્રિલ મહિનામાં શકીરાનો ભારતમાં કોન્સર્ટ હતો. પરંતુ આ કોન્સર્ટને અમેરિકા-ઈરાનના યુદ્ધના કારણે પોસ્ટપોન કરવામાં આવ્યો છે. જેનાથી ચાહકો પણ ગુસ્સે થયા છે.

Breaking News : અમેરિકા-ઈરાન યુદ્ધની અસર શકીરાના ભારતમાં યોજાનાર કોન્સર્ટ પર પડી, કોન્સર્ટ પોસ્ટપોન કરાયો
| Updated on: Mar 22, 2026 | 10:15 AM

ગ્રૈમી એવોર્ડ વિજેતા ગ્લોબલ પોપ સિંગર શકીરાનો ઈન્ડિયા કોન્સર્ટથી ચાહકો ખુબ ખુશ હતા. આની જાહેરાત થોડા મહિના પહેલા જ કરવામાં આવી હતી. આને લઈ ચાહકો પણ ખુબ જ આતુર હતા. પરંતુ શકીરાનો ભારત પ્રવાસ પોસ્ટપોન કરવામાં આવ્યો છે. જેનું કારણ ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હોવાનું સામે આવ્યુંછે. પરંતુ હજુ સુધી નવી ડેટ જણાવવામાં આવી નથી. જેને લઈ ચાહકો દુખી છે.

ભારતમાં શકીરાનો મ્યુઝિક કોન્સર્ટ પોસ્ટપોન કરવામાં આવતા ચાહકો નિરાશ થયા છે. ડિસ્ટ્રિક્ટ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરી છે. જેમાં કહ્યું કે, હાલમાં પરિસ્થિતિ અને ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે શકીરાનો કોન્સર્ટ ફીડિંગ ઈન્ડિયા આગામી નોટિસ સુધી પોસ્ટપોન કરવામાં આવ્યો છે. અમારા ચાહકો, આ્ટિસ્ટસ અને પ્રોડક્શન ટીમની સુરક્ષા અમારી પ્રાથમિક્તા છે.

 

કાન્યે વેસ્ટનો કોન્સર્ટ પણ પોસ્ટપોન

તમને જણાવી દઈએ કે, આ પહેલા કાન્યે વેસ્ટનો કોન્સર્ટ પણ અમેરિકા-ઈરાનના યુદ્ધના કારણે 2 મહિના સુધી પોસ્ટપોન કરવામાં આવ્યો હતો. 29 માર્ચના રોજ નવી દિલ્હીમાં તે પરફોર્મ કરવાનો હતો પરંતુ હવે 23 મેના રોજ આયોજિત થશે.

શકીરાના કોન્સર્ટની ટિકિટ પ્રાઈઝ

શકીરાનો કોન્સર્ટ ફીડિંગ ઈન્ડિયા કોન્સર્ટ હેઠળ ઝોમેટો દ્વારા ડિસ્ટ્રિક્ટની સાથે કોલૈબોરેશનથી આયોજિત થઈ રહ્યો હતો. 10-11 એપ્રિલના રોજ મુંબઈ અને 15 એપ્રિલના રોજ દિલ્હીમાં યોજાવાનો હતો. 2007 પછી શકીરા ભારત આવવાની હતી. જેના કારણે ચાહોક ખુબ ઉત્સાહિત હતા. ટિકિટ પ્રાઈઝની વાત કરીએ તો. પ્રીમિયમ ઓપ્શન સ્ટારસ્ટ્રક,લાઉઝ પાસ હતો. જેની કિંમત અંદાજે 32 હજાર છી 29 હજાર સુધીની હતી. તેમજ સાથે 200નો ડિલીવરી ચાર્જ અને જીએસટી સહિત 3,363નો બુકિંગ ફી સામેલ હતી. પ્લેટેનિયમ 24,500 હતી આમ 6 હજાર ની ટિકિટ સામેલ હતો.

શકીરાના કોન્સર્ટનું રિફંડ મળશે

ડિસ્ટ્રિકટ દ્વારા જણાવવામાં આવ્યું કે, જલ્દી નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. આટલું જ નહી. જેમણે ટિકિટ ખરીદી છે. તેને રિફંડ મળી જશે. આર્ટિસ્ટની ટીમ સાથે મળી નવી તારીખની જાહેરાત કરશે. તેમજ એક મેલ આઈડી પણ શેર કરવામાં આવ્યું છે. જો કોઈને પુછપરછ કરવી છે. તો આ મેલ દ્વારા પુછપરછ કરી શકે છે.

Waka Waka ગર્લ 19 વર્ષ પછી આવી રહી છે ભારત, જુઓ શકીરાના પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

 

Published On - 9:59 am, Sun, 22 March 26

Follow Us