
Salman Khan Farmhouse : બોલિવુડના ભાઈજાન સલમાન ખાનના વિવાદનો જુનો સંબંધ છે. આ વખતે આ મામલો તેના ફાર્મ હાઉસ સાથે જોડાયેલો છે. જ્યા પાડોશી કેતન કક્કડને લઈ વિવાદમાં આવ્યો છે. પાડોશીએ સલમાન ખાન પર ગણપતિ મંદિર તોડાવા સિવાય પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેના ઘરે આવવા-જવાનો રસ્તો છે. તે સલમાન ખાનના ફાર્મહાઉસના કારણે બ્લોક થયો છે. જેને લઈ સોશિયલ મીડિયા પર ખુબ પોસ્ટ જોવા મળી છે. પરંતુ આ મામલાને લઈ હવે બોમ્બે હાઈકોર્ટ લાલધુમ થઈ છે. તેમણે અભિનેતાને લઈ કરેલી તમામ પોસ્ટ ડિલીટ કરવાનો આદેશ આપ્યો છે.
બોમ્બે હાઈકોર્ટે સલમાન ખાનના ફાર્મહાઉસના કારણે વિવાદને લઈ સોશિયલ મીડિયા સુધી પહોંચવાનો એ મતલબ નહી કે, કોઈ વ્યક્તિ કોઈ પણની વિરુદ્ધ માનહાનિકારક વાતોની પોસ્ટ કરી શકે, સુનાવણી દરમિયાન હાઈકોર્ટેની જસ્ટિસ શર્મિલા દેશમુખે કહ્યું કે, સલમાન ખાનના ફાર્મહાઉસના પાડોશી અભિનેતા વિરુદ્ધ પોતાની પોસ્ટ દુર કરવા પર વિચાર કરે.
Being taken for a ride… pic.twitter.com/Svayb3Mtxv
— Salman Khan (@BeingSalmanKhan) April 10, 2020
સલમાન ખાનના પાડોશી કેતન કક્કડ એક રિટાયર્ડ એનઆઈઆર છે. વાત વર્ષ 1990ની છે. જ્યારે તેમણે પનવેલ હિલ પર એક પ્લોટ ખરીદ્યો હતો. તે રિટાયરમેન્ટ હોમ તરીકે રાખવા માંગતા હતા. જે સલમાન ખાનના અર્પિતા ફાર્મહાઉસની બાજુમાં હતો. કેતન પહેલા જ સેલર સલીમ ખાન સાથે મળી ચૂક્યા છે. જે મોટાભાગે અમેરિકામાં રહે છે. આ સમગ્ર મામલો ત્યારે શરુ થયો.જ્યારે તે 2014માં પોતાની પત્ની સાથે ભારત આવ્યા હતા. તેના પાડોશી કેતન એક નાનકડું ઘર બનાવવા માંગે છે. પોતાની પ્રોપર્ટીમાં છે. આ સાથે તેમણે પ્લાનિંગ કર્યું કે, એક આશ્રમ પણ બનાવશે. જેનાથી ગણપતિ મંદિરમાં મેડિટેશન કરી શકે પરંતુ 2019માં બધુ બદલાય ગયું તેમણે સલમાન ખાનના પરિવાર પર આરોપ લગાવવાના શરુ કર્યા કે, તેના ઘરની એન્ટ્રીને બ્લોક કરવામાં આવી છે. જેનાથી તેની મુશ્કેલી વધી રહી છે.
કોર્ટે કહ્યું કે, માત્ર એટલા માટે નહી કે, કોઈ પાસે સોશિયલ મીડિયા સુધી પહોંચી શકે, કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ માનહાનિ કરવાનો ઉદ્દેશયથી વીડિયો અપલોડ કરી શકતું નથી. પછી ભલે તે સામાન્ય નાગરિક હોય કે,ફેમસ સ્ટાર હોય આવા વીડિયો સોશિયલ મીડિયા પર કેમ નાંખ્યા તે એક પ્રશ્ન છે. હાલમાં પાડોશી ક્કકડને સોશિયલ મીડિયા પોસ્ટ દુર કરવાનું કહ્યું છે. સમગ્ર મામલાની સુનાવણી 6 જુલાઈના રોજ થશે. જ્યારે કેતનની પોસ્ટને લાખો વ્યુ મળી ચૂક્યા છે. ત્યારબાદ અભિનેતાએ તેના પર માનહાનિનો કેસ દાખલ કર્યો છે.