AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દાદીની સાડીમાંથી બનાવેલું ગાઉન પહેરી મેટ ગાલામાં પહોંચી રાજકુમારી, રાજકુમારે 600 કલાકે તૈયાર થયેલો કોટ પહેર્યો

મેટ ગાલા 2026માં જયપુરની રાજકુમારી ગૌરવી કુમારી અને મહારાજા સવાઈ પદ્મનાભ સિંહે પોતાની રોયલ એન્ટ્રીથી બધાને ચોંકાવી દીધા છે મહારનીએ દાદીની સાડીમાંથી બનેલું ગાઉન પહેર્યું છે.

Breaking News : દાદીની સાડીમાંથી બનાવેલું ગાઉન પહેરી મેટ ગાલામાં પહોંચી રાજકુમારી, રાજકુમારે 600 કલાકે તૈયાર થયેલો કોટ પહેર્યો
Image Credit source: feminaindia
| Updated on: May 05, 2026 | 1:03 PM
Share

મેટ ગાલા 2026ના રેડ કાર્પેટ પર ઈશા અંબાણીથી લઈ અનન્યા બિરલા પણ પહોંચી હતી. જેના લુકે બધાનું ધ્યાન ખેચ્યું હતુ. પરંતુ આ વખતે મેટ ગાલામાં માત્ર બિઝનેસ અને બોલિવુડના સ્ટારનો જલવો જ ન હતો પરંતુ રાજપુતી શાહી પરિવારે પણ પોતાની સ્ટાઈલથી બધાને ઈમ્પ્રેસ કર્યા હતા. જયપુર રાજવી પરિવારના રાજકુમારી ગૌરવી કુમારી અને મહારાજા સવાઈ પદ્મનાભ સિંહ પણ મેટ ગાલા 2026માં પહોંચ્યા હતા અને બંનેએ રેડ કાર્પેટ પર પોતાના લુક્સથી સૌને દંગ કરી દીધા હતા.

મહત્વની વાત એ રહી હતી કે, રાજકુમારી ગૌરવી અને મહારાજા સવાઈ પદ્મનાભ સિંહે જે આઉટફિટ્સ માત્ર ચમકથી ચર્ચામાં ન હતા પરંતુ તેના પરિવાર અને ભારતીય ટ્રેડિશનનું ચિત્ર સ્પ્ષ્ટ કરે છે. ડિઝાઈનર પ્રબલ ગરુંગની સાથે મળી તૈયાર કરેલા આ લુકે બંન્ને ભારતીય ટ્રેડિશનલને ગ્લોબલ ફેશનના સ્ટેજ પર ફ્લોન્ટ કર્યું હતુ. આ નજારો બધા જોતા જ રહી ગયા હતા.

દાદીની સાડીમાંથી બનાવેલું ગાઉન પહેરી મેટ ગાલામાં પહોંચી રાજકુમારી

રાજકુમારી ગૌરવી કુમારીનો લુક માત્ર ફેશનની ડિઝાઈનથી ખાસ ન હતો પરંતુ તેમાં ઈમોશન પણ જોડાયેલા હતા. તેમણે પોતાની દાદી મહારાની ગાયત્રી દેવીની સાડીને મેટ ગાલા 2026 માટે પસંદ કરી હતી. પરંતુ તેમાં થોડુ ટ્વિસ્ટ કર્યું હતુ. તેમણે ગાઉન તરીકે આ સાડીનો ઉપયોગ કર્યો હતો. રાજકુમારીએ મોર્ડન ડ્રેપ વાળી સાડી પહેરી હતી.

મોતી અને શિફોન સાડીઓ મહારાણી ગાયત્રી દેવીની ઓળખ છે, તેથી એમ કહેવું ખોટું નહીં હોય કે આ આખો લુક તેમને એક સુંદર ટ્રિબ્યુટ છે. મહારાજા સવાઈ પદ્મનાભ સિંહનો દેખાવ રાજસ્થાની પરંપરાને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. તેમણે વિદેશી મંચ પર વાદળી મખમલ કાપડથી બનેલો ફુલઘર કોટ પહેર્યો હતો. આ કોટ બનતા 600 કલાકનો સમય લાગ્યો હતો.

Met Gala 2026 : દુનિયાની સૌથી મોટી ફેશન ઇવેન્ટ ક્યારે અને ક્યાં શરૂ થશે, બોલિવૂડમાંથી કોણ ડેબ્યૂ કરશે? જાણો અહી ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">