Breaking News : પવન સિંહની પત્નીએ છુટાછેડા માટે માંગ્યા 10 કરોડ, કહ્યું હું લગ્ન કરીશ નહી અને લગ્ન કરવા પણ નહીં દઉં

પવન સિંહની પત્ની જ્યોતિ સિંહે પોતાના એક ઈન્ટરવ્યુમાં એવી વાત કહી છે. જે સાંભળી બધા ચોંકી ગયા હતા. જ્યોતિએ કહ્યું હવે લગ્ન કરવાથી ડર લાગે છે. પવન સિંહે તેના 8 વર્ષ બરબાદ કરી નાંખ્યા છે.

Breaking News : પવન સિંહની પત્નીએ છુટાછેડા માટે માંગ્યા 10 કરોડ, કહ્યું હું લગ્ન કરીશ નહી અને લગ્ન કરવા પણ નહીં દઉં
| Updated on: May 07, 2026 | 4:27 PM

ભોજપુરી સિનેમાનો પોપ્યુલર અભિનેતા પવન સિંહ અને તેની પત્ની જ્યોતિ સિંહ વચ્ચે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિવાદ છૂટાછેડા સુધી પહોંચ્યો છે. જ્યોતિ સિંહે હાલમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તેમણે પવન સિંહ પાસે 10 કરોડની એલિમની માંગી છે. જ્યોતિએ સૂર્યા ભાઈ નામની ફેમસ યુટ્યુબ ચેનલ પર આ વાતચીતમાં પોતાના દિલની વાત કરી હતી. પવન સિંહ આ રકમ પર રાજી થયા ન હતા.તેમણે માત્ર 50 લાખ રુપિયા આપવાની વાત કહી છે. જ્યોતિએ કહ્યું 50 લાખ રુપિયામાં આજકાલ 2 રુમનું ઘર પણ મળતું નથી. તેમણે એ પણ કહ્યું કે, પવન સિંહને 3 કરોડ આપવામાં 8 વર્ષ લાગી ગયા છે. આ માટે કોર્ટમાં તેમણે 10 કરોડની માંગણી કરી છે.

જ્યોતિ સિંહે કહ્યું લોકો જોઈ રહ્યા છે. મને કે મે 10 કરોડ રુપિયા માંગ્યા છે. જો 3 કરોડ આપવામાં 8 વર્ષ થયા હોય તો 10 કરોડનો કેસ 15 વર્ષ સુધી ચાલશે. હું બીજી વખત લગ્ન કરવા દઉશ નહી. જ્યોતિએ આગળ કહ્યું કે, લગ્નના નામે હવે તેને ડર લાગી રહ્યો છે. તેમણે કહ્યું હું ટ્રોમાં છું.

 

 

જ્યોતિએ પવન સિંહ પર આરોપ લગાવતા કહ્યું કે, જો તેણે સાથે રહેવું ન હતુ. તો અલગ થઈ જવાય ને. તેમણે 8 વર્ષ બરબાદ કર્યો. જ્યોતિએ એ પણ કહ્યું કે, છુટાછેડાના કાગળ પર સાઈન કર પવન તૈયાર છે. પરંતુ તેમણે પોતે જ તેને અટકાવી રાખ્યું છે.

પવન સિંહની પર્સનલ લાઈફ

પવન સિંહની પહેલી પત્ની પ્રિયા કુમારી સિંહ હતી. તેના લગ્ન 2014માં થયા હતા પરંતુ 2015માં પ્રિયાનું નિધન થયું હતુ. 3 વર્ષ બાદ પવન સિંહે જ્યોતિ સિંહ સાતે બીજા લગ્ન કર્યા હતા. બંન્નેનું લગ્ન જીવન વધારે ચાલ્યું ન હતું હવે બંન્ને વચ્ચે છુટાછેડાની વાત ચાલી રહી છે. આ સમગ્ર મામલો ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યોતિ સિંહની આ વાતે અનેક સવાલો ઉભા કર્યા છે.

લોલીપોપ લાગેલુ ગીતથી ફેમસ થયો પવન સિંહ, પરંતુ લગ્ન જીવનમાં રહ્યો અસફળ આવો છે પરિવાર અહી ક્લિક કરો

Follow Us