ફૂલેરાને અમેરિકા બનાવશે બનરાકસ? Panchayat 5ના ટ્રેલર રિલીઝ પહેલા નવા પ્રધાને આપ્યું સરપ્રાઈઝ જુઓ Video

પંચાયત સીઝન 5નું ટ્રેલર આજે 23 નવેમ્બરના રોજ રિલીઝ થવાનું છે. આ પહેલા રવિવારે પ્રાઈમ વીડિયોએ એક નવો વીડિયો શેર કર્યો હતો. જેમાં ફુલેરાની સ્માર્ટ સીટી જેવી ઝલક જોવા મળી હતી. હવે ચાહોક આ સીરિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફૂલેરાને અમેરિકા બનાવશે બનરાકસ? Panchayat 5ના ટ્રેલર રિલીઝ પહેલા નવા પ્રધાને આપ્યું સરપ્રાઈઝ જુઓ Video
Image Credit source: AI
| Updated on: Nov 23, 2026 | 8:04 AM

પંચાયત ઓટીટીની સૌથી લોકપ્રિય સીરિઝમાંથી એક છે. આ સીરિઝના અત્યારસુધી 4 સીઝન આવી ચૂકી છે. હવે ચાહકો પાંચમી સીઝનની રાહ જોઈ રહ્યા છે. મેકર્સે થોડા દિવસ પહેલા પંચાયત સીઝન 5ની રિલીઝ ડેટ જાહેર કરી હતી. તે અનુસાર આ સીરિઝ 3 ડિસેમ્બર 2026ના પ્રાઈમ વીડિયો પર આવી રહી છે. ટ્રેલર 23 નવેમ્બરના રોજ આવશે. મેકર્સે ટ્રેલર રિલીઝની તારીખ કન્ફોર્મ કરી ચૂક્યા છે. આ પહેલા પ્રાઈમ વીડિયએએ એક નવો પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે. જેમાં બનરાકસ ફુલેરાના નવા પ્રશાસનની કમાન સંભાળતો જોવા મળશે.

ફુલેરાને લઈ તેનું વિઝન પણ દેખાડવામાં આવ્યું છે. પ્રાઈમ વીડિયો દ્વારા શેર કરાયેલા નવા વીડિયોમાં ફુલેરાની અનોખી ઝલક જોવા મળી રહી છે. જ્યાં બનરાકસ વિકાસનું પોતાનું મોડલ રજુ કરવા માટે તૈયાર જોવા મળી રહ્યો છે. હવે ચાહકો આતુરતાથી પંચાયત 5ને જોવા માટે આતુર છે.

 

 

 

પંચાયત સીઝન 5માં બદલાશે ફુલેરાની સુંદરતા?

પ્રાઈમ વીડિયો દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં સીરિઝના ચાહકો વચ્ચે ખુબ ચર્ચામાં છે. સીરિઝમાં બનરાકસ એક આધુનિક રુપમાં બદલાત રુપમાં ફુલેરાને જોઈ રહ્યો છે.ફુલેરામાં પાક્કા મકાનોથી લઈ મેટ્રો ટ્રેન જોવા મળી શકે છે. વીડિયોમાં બનરાકસે પોતાના ફુલેરાના વિકાસના ઈરાદાને આ ડાયલોગ દ્વારા સ્પષ્ટ કર્યો કે, હવે શરુ થશે અમારું રાજ

“પંચાયત સીઝન 5” 3 ડિસેમ્બરના રોજ રિલીઝ

OTT ની સૌથી પ્રિય વેબ સિરીઝમાંની એક “પંચાયત” ના ચાહકો માટે એક સારા સમાચાર છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ દ્વારા “પંચાયત સીઝન 5” ની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી છે. ચાહકોના પ્રિય સેક્રેટરી અને ફુલેરા ગામની અનોખી દુનિયા 3 ડિસેમ્બર, 2026 ના રોજ ફરી એકવાર પરત ફરશે. આ નવી સીઝન ભારતમાં અને વિશ્વભરના 240 થી વધુ દેશોમાં પ્રાઇમ વિડિયો પર એક્સક્લુઝિવલી પ્રીમિયર થશે. આ સીરિઝને ધ વાયરલ ફીવર ‘ (TVF)એ પ્રોડ્યુસ કરી છે. સીઝન 5 જુની કાસ્ટમાં જોવા મળશે. જેમાં જિતેન્દ્ર કુમાર,રધુબીર યાદવ, નીના ગુપ્તા, સુનિતા રાજવાર,ફૈસલ મલિક,ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક જેવા કલાકારોના નામ સામેલ છે.

66 વર્ષની અભિનેત્રી બોલ્ડ લુકને લઈ આવી ચર્ચામાં આવો છે નીના ગુપ્તાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.