
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે કિલકારી ગુંજશે, સુંદર ફોટો સાથે અભિનેત્રી કિયારા અડવાણીએ ગુડન્યુઝ આપ્યા.સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ફરી એક વખત માતા-પિતા બનવાના છે. આ વાતની જાણકારી કપલે ખુદ પોસ્ટ શેર કરી આપી છે. કપલના આ ગુડન્યુઝ સાંભળી ચાહકો સહિત સેલિબ્રિટી બંનેને શુભકામના પાઠવી રહ્યા છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ફેબ્રુઆરી 2023માં લગ્ન કર્યા હતા.સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ જુલાઈ 2025માં દીકરી સરાયાનું સ્વાગત કર્યું હતુ. હવે બંને કપલે બીજા બાળકની જાહેરાત કરી છે.કિયારાએ ફોટો કેપ્ટશનમાં લખ્યું Blessed once again with the greatest gift of all. Our hearts are so full of love and gratitude.” બંને ફરી એક વખત જિંદગીના સૌથી સુંદર તબક્કામાં પ્રવેશ કરશે.
થોડા સમય પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા બિગ બોસ 20માં વીકએન્ડ કા વાર એપિસોડમાં પહોંચ્યો હતો. તે પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોચ્યો હતો. સલમાન ખાનની સાથે વાતચીત દરમિયાન પિતા બનવાના અનુભવ વિશે ખુલ્લીને વાત કરી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું કે, પિતા બનવું તેના માટે શાનદાર રોલ છે. તેમણે દીકરી સરાયાના વિશે પણ કહ્યું કે, તે અંદાજે 15 મહિનાની થઈ ચૂકી છે. નવી નવી વાતો શબ્દો શીખી રહી છે. આ દરમિયાન સિદ્ધાર્થ સલમાન ખાનને કહ્યું આશા છે કે, બીજી બાળક જલ્દી કરે. સલમાન ખાનની આ વાત સાંભળી અભિનેતા હસવા લાગ્યો હતો.
કિયારા અને સિદ્ધાર્થ જુલાઈ 2025 માં પહેલી વાર માતા-પિતા બન્યા. તેમણે એક પુત્રીનું સ્વાગત કર્યું. કપલે તેનું નામ સરાયા મલ્હોત્રા રાખ્યું. તેમણે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા તેમની પુત્રીના જન્મની જાહેરાત કરી હતી. તે સમયે, તેઓએ તેમની પુત્રીને તેમના જીવનના સૌથી મોટા આશીર્વાદ ગણાવ્યા હતા. હવે, તેમની પુત્રીના જન્મના લગભગ દોઢ વર્ષ પછી, આ દંપતીએ ફરી એકવાર તેમના ચાહકો સાથે ગુડન્યુઝ શેર કર્યા છે. કિયારા અને સિદ્ધાર્થનો પરિવારમાં સભ્યો વધશે.
Published On - 11:07 am, Wed, 7 October 26