Breaking News : રણવીર સિંહને કોર્ટમાં લેખિતમાં Sorry કહેવુ પડ્યું જાણો કેમ ?

કંતારા મિમિક્રી વિવાદ મામલે ફરિયાદીની સલાહ લીધા પછી રણવીર સિંહ કર્ણાટક હાઇકોર્ટમાં સુધારેલી માફી દાખલ કરવા સંમત થયો છે. જાણો શું છે આખો કેસ જેના કારણે વિવાદ સર્જાયો હતો.

Breaking News : રણવીર સિંહને કોર્ટમાં લેખિતમાં Sorry કહેવુ પડ્યું જાણો કેમ ?
| Updated on: Apr 10, 2026 | 3:11 PM

અભિનેતા રણવીર સિંહ કંતારા મિમિક્રી વિવાદમાં ફરિયાદી સાથે ચર્ચા કર્યા પછી અભિનેતા રણવીર સિંહ કર્ણાટક હાઇકોર્ટમાં સુધારેલી, બિનશરતી માફી માંગવા સંમત થયા છે. ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ તેમની સામે FIR દાખલ થયા બાદ રાહત મેળવવા માટે તેમણે આ પગલું ભર્યું હતું, અને માફી માંગવા માટે મૈસુરના ચામુંડી મંદિરની મુલાકાત લેવાનું પણ કહ્યું છે.

આ પહેલા હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે, એક પ્રસિદ્ધ વ્યક્તિ અને અભિનેતા હોવાના કારણે સાર્વજનિક મંચ પર પોતાના શબ્દો અને વ્યવહારને લઈ વધારે સાવધાન રહેવું જોઈએ. તેમજ ભૂલ થવાનો પછતાવો દેખાડવો જરુરી છે.આ અંગે અભિનેતાએ કહ્યું તે ફરિયાદી સાથે મળીને સોગંદનામાની ભાષા સંતોષકારક રીતે તૈયાર કરશે. અને સુધારેલા સોગંદનામું કોર્ટમાં રજુ કરશે.

શું છે કંતારા મિમિક્રી વિવાદ

તમને જણાવી દઈએ કે, રણવીર સિંહ દ્વારા 2025માં IFFI ગોવામાં કન્નડની સુપરહિટ ફિલ્મ કંતારાના પવિત્ર દેવ (Daiva)ના સીનની મિમિક્રી અને તેને ફીમેલ ઘોસ્ટ કહેવા પર વિવાદ થયો હતો. કર્ણાટક હાઈકોર્ટે આ વાત ખોટી જાહેર કરી અને રણવીરને માફી માંગવા અને મૈસુરના ચામુંડી મંદિરમાં જવાનો નિર્દેશ આપ્યો. આ કેસમાં FIR રદ કરવા માટે સુનાવણી ચાલી હતી.આ એફઆઈઆર રદ કરવાની માંગ કરતા અભિનેતાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેના પર અલગ અલગ કલમ હેઠળ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો તેમજ સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પણ આરોપ લાગ્યો હતો.

કેસની સુનાવણી કર્યા પછી હાઈકોર્ટે આગામી તારીખ 23 એપ્રિલ નક્કી કરી છે. મૌખિક રીતે કહ્યું કે, ફરિયાદીની સંતોષ મુજબ સોગંદનામુ દાખલ કરવામાં આવે.હવે આપણે રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 વિશે વાત કરીએ તો આ ફિલ્મે ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી દીધી છે. ધુરંધર 2 ભારતની પહેલી હિન્દી ફિલ્મ બની છે. જેનું ઘરેલું કલેક્શન 100 કરોડ પાર થયું છે.હજુ પણ કમાણી સતત વધી રહી છે.આ પહેલા, ધુરંદરના પહેલા ભાગમાં પણ ભારતમાં લગભગ 831 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. હવે તો એ જોવાનું રહેશે કે, ધુરંધર ફિલ્મના આ રેકોર્ડ કઈ ફિલ્મ તોડી શકે છે.આ સાથે એ જોવાનું બાકી છે કે કઈ અભિનેતા-દિગ્દર્શક જોડી આદિત્ય-રણવીરની ધુરંધર 2 ના કલેક્શનને તોડી શકે છે.

700 કરોડની કમાણી કરનારી ફિલ્મ ધુરંધરના હમઝાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

 

Published On - 2:47 pm, Fri, 10 April 26

Follow Us