Breaking News : સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું, CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ વીડિયો

|

Apr 14, 2024 | 12:02 PM

Salman Khan : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે 5 વાગ્યાની આસપાસ બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના ઘર એટલે કે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો હતો. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ક્રાઈમ બ્રાંચની ટીમે પણ તપાસ શરૂ કરી છે.

Breaking News : સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું, CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ વીડિયો
salman khans galaxy apartment firing

Follow us on

સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા સમાચારોમાં રહે છે. પરંતુ આ દરમિયાન સુપરસ્ટાર સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે 5 વાગ્યાની આસપાસ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. એવું માનવામાં આવે છે કે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. જે બાદ પોલીસ સલમાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ગઈ છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

બાંદ્રા પોલીસની ટીમ પણ લોકેશન પર પહોંચી

પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા લોકો બાઇક પર આવ્યા હતા. તેઓએ સલમાનના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે જ્યારે આ ફાયરિંગ થયું ત્યારે સલમાન ખાન ઘરે હાજર હતો. સામાન્ય રીતે સલમાન ખાનના ઘરની બહાર પોલીસ વાન હાજર હોય છે. પરંતુ હવે ફાયરિંગ બાદ વધુ બે પોલીસ વાન લોકેશન પર પહોંચી ગઈ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સાથે બાંદ્રા પોલીસની ટીમ પણ લોકેશન પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ડીસીપી પણ ઘટના સ્થળે

આ મામલે તપાસ કરતી વખતે પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રોડની બંને બાજુએ લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરી રહી છે. સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. હજુ સુધી અજાણ્યા લોકો સંબંધિત કોઈ માહિતી મળી નથી. ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ ફાયરિંગને સલમાનની સુરક્ષા સાથે કોઈ સંબંધ છે કે નહીં તેવી કોઈ શક્યતાને નકારી શકાય નહીં.

ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધારી

જોઈન્ટ સીપી L&O અનુસાર, દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ બાદ ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે સલમાન ખાનને પહેલાથી જ સુરક્ષા આપવામાં આવી છે. તેની સાથે હંમેશા બે પોલીસકર્મી હોય છે. આ સિવાય તેની પોતાની પર્સનલ સિક્યોરિટી હંમેશા સલમાન સાથે હોય છે.

આ મુદ્દે શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી છે. સરકારે સંજ્ઞાન લેવું જોઈએ. ગુનેગારો નિર્ભયપણે ફરતા હોય છે.

Published On - 8:06 am, Sun, 14 April 24

Next Article