
પંજાબી અને બોલિવૂડ સિંગરના ફેન્સ માટે ખરાબ સમાચાર બહાર આવ્યા છે. લોરેન્સ ગેંગે સિંગરને મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે કરોડોની ખંડણી પણ માંગી છે. પંજાબી સિંગર દિલનૂરે આ મામલે મોહાલી એસએસપીને ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દિલનૂરે જણાવ્યું છે કે, તેણે એક વિદેશી નંબર પરથી ધમકીભર્યા કોલ અને વોઇસ મેસેજ મળ્યા હતા.
ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ અર્જુન બિશ્નોઈ તરીકે આપી હતી અને દિલનૂરને તેના મિત્ર, બોલિવૂડ તેમજ પંજાબી સિંગર બી પ્રાકને 10 કરોડ રૂપિયાની ખંડણી ચૂકવવા માટે કહેવા કહ્યું હતું.
જો આવું નહીં થાય તો તેને એક અઠવાડિયામાં ગંભીર પરિણામનો સામનો કરવો પડશે. ફરિયાદ બાદ મોહાલી પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ ધમકીભર્યા કોલ અને મેસેજનો સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરી રહી છે.
Punjabi singer Dilnoor has filed a complaint with the SSP Mohali after receiving threat call. According to his complaint, the caller identified himself as Arju Bishnoi and told Dilnoor to inform his friend, Bollywood and Punjabi singer B Praak, to pay a ransom of Rs 10 crore,…
— ANI (@ANI) January 17, 2026
બી. પ્રાક સાથે જોડાયેલ પંજાબી સિંગર દિલનૂરને 05 જાન્યુઆરીએ બે ફોન કોલ આવ્યા હતા પરંતુ તેણે જવાબ આપ્યો ન હતો. 06 જાન્યુઆરીએ, દિલનૂરને એક વિદેશી નંબર પરથી ફોન આવ્યો હતો, જેનો તેણે જવાબ આપ્યો હતો.
દિલનૂરને વાતચીત શંકાસ્પદ લાગી, તેથી તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. જો કે, ત્યારબાદ દિલનૂરને 10 કરોડ રૂપિયાની માંગણી કરતો ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યો. લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો પૈસા ચૂકવવામાં નહીં આવે, તો તેઓ સિંગરને ખતમ કરી નાખશે.
જણાવી દઈએ કે, બી. પ્રાકનું સાચું નામ ‘પ્રતિક બચ્ચન’ છે. પંજાબી અને હિન્દી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને તેણે ઘણા અદભૂત ગીતો આપ્યા છે. “મન ભરેયા,” “તેરી મિટ્ટી,” “ફિલહાલ,” “ફિલહાલ 2 મોહબ્બત,” “રાંઝા,” અને “મન ભરેયા 2.0” જેવા તેના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા છે. આ સિવાય બી. પ્રાકે અનેક ભક્તિ ગીતો પણ ગાયા છે.