Brand Value: ખિલાડી કે ખાન નહિ પ્રિયંકા છે બોલીવુડની સૌથી મોટી બ્રાન્ડ, ૨૬૫ કરોડ વેલ્યુ સાથે ટોચ પર

|

Dec 25, 2020 | 9:18 AM

બ્રાન્ડ વેલ્યુ (Brand Value) એ હસ્તીઓની પ્રતિષ્ઠા દર્શાવે છે. ઓનલાઇન સેન્ટિમેન્ટ એનાલિસીસ કંપની Checkbrand એ ભારતની ટોચની હસ્તીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ફિલ્મી સીતારાઓમાં તમામ ખાન અને ખિલાડીને પાછળ છોડી પ્રિયંકા ચોપડા એ બાજી મારી છે.બોલિવૂડથી હોલીવુડ સુધી પોતાની ખ્યાતિ જમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ છે. યાદીમાં પ્રિયંકાએ સલમાન, શાહરૂખ, […]

Brand Value: ખિલાડી કે ખાન નહિ પ્રિયંકા છે બોલીવુડની સૌથી મોટી બ્રાન્ડ, ૨૬૫ કરોડ વેલ્યુ સાથે ટોચ પર
Actress Priyanka Chopra, who has made a name for herself from Bollywood to Hollywood, has the highest brand value.

Follow us on

બ્રાન્ડ વેલ્યુ (Brand Value) એ હસ્તીઓની પ્રતિષ્ઠા દર્શાવે છે. ઓનલાઇન સેન્ટિમેન્ટ એનાલિસીસ કંપની Checkbrand એ ભારતની ટોચની હસ્તીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ફિલ્મી સીતારાઓમાં તમામ ખાન અને ખિલાડીને પાછળ છોડી પ્રિયંકા ચોપડા એ બાજી મારી છે.બોલિવૂડથી હોલીવુડ સુધી પોતાની ખ્યાતિ જમાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડાની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ છે. યાદીમાં પ્રિયંકાએ સલમાન, શાહરૂખ, આમિર ખાન અને અક્ષય કુમારને પણ પાછળ છોડી દીધા છે.

પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ વેલ્યુ 265 કરોડ છે
ડિજિટલ અને સોશ્યલ મીડિયા ટ્રેકિંગ કંપની ચેકબ્રાન્ડએ ભારતની ટોચની હસ્તીઓનો ડેટા જાહેર કર્યા છે. આ ડેટા મુજબ ઓગસ્ટથી ઓક્ટોબર ક્વાર્ટરમાં પ્રિયંકાની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ 265 કરોડ રૂપિયા છે.

ખિલાડી અક્ષયકુમાર બીજા ક્રમે
ચેકબ્રાન્ડ રિપોર્ટ અનુસાર,ફોલોઅર્સ અને સોશ્યલ મીડિયા એન્ગેજમેન્ટને રૂપિયામાં આંકવામાં આવે તો પ્રિયંકા ચોપડા જોન્સની બ્રાન્ડ વેલ્યુ સૌથી વધુ 265 કરોડ રૂપિયા છે, તે પછી અક્ષય કુમાર અનુક્રમે 260 કરોડ રૂપિયા વેલ્યુ ધરાવે છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સલમાન ત્રીજા અને કિંગખાન પાંચમા સ્થાને
સલમાન ખાન 252 કરોડ રૂપિયાના વેલ્યુએશન સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને રૂ .211 કરોડના વેલ્યુએશનવાળી દીપિકા પાદુકોણ અને પાંચમા ક્રમે 209 કરોડના વેલ્યુએશન સાથે શાહરૂખ ખાન યાદીમાં સ્થાન પામ્યા છે.

વેબસાઇટ તેના પહેલા ક્વાર્ટર એનાલિસિસ રિપોર્ટ સાથે આવી રહી છે જે દેશના સૌથી ટ્રેન્ડિંગ મૂવી સ્ટાર્સથી સંબંધિત છે. ઓગસ્ટથી ઓક્ટોબર 2020 દરમ્યાન 26 ભારતીય ફિલ્મ સ્ટાર્સે તેમની સોશ્યલ મીડિયાની હાજરી અને ડિજિટલ એન્ગેજમેન્ટ્સનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ટ્રેન્ડિંગ સ્ટાર તરીકે ક્રિતી સનન ટોચ પર છે
એક ટ્રેન્ડિંગ  સ્ટાર તરીકે ટ્વિટર, યુટ્યુબ અને ગૂગલ શોધના આધારે અભ્યાસ કરવામાં આવ્યો જેમાં ક્રિતી સનન ટોચ પર છે. તેની પછી પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ નું નામ યાદીમાં છે.

Published On - 9:09 am, Fri, 25 December 20

Next Article