Brahmaastra: બોલીવુડનાં લવ બર્ડ સાથે નાગાર્જુને પૂરું કર્યું શૂટિંગ, 5 ભાષામાં થશે રિલીઝ

|

Feb 16, 2021 | 3:44 PM

2020માં કોરોના વાયરસને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઘણી પ્રભાવિત થઇ હતી. લોકડાઉનને કારણે બધા જ ફિલ્મનું શૂટિંગ રોકાઈ ગયું હતું. જેના કારણે ફિલ્મ રિલીઝ થઇ ના હતી.

Brahmaastra: બોલીવુડનાં લવ બર્ડ સાથે નાગાર્જુને પૂરું કર્યું શૂટિંગ, 5 ભાષામાં થશે રિલીઝ

Follow us on

વર્ષ 2021ની શરૂઆતથી જ ફેન્સ તેના ફેવરિટ એક્ટરની ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmaastra) પણ સામેલ છે. આ ફિલ્મનું શૂટિંગ હાલ મુંબઈમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સુપર સ્ટાર નાગાર્જુન અક્કીનેની પણ એક લીડ રોલમાં નજરે આવશે. નાગાર્જુનને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, તેને ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે.

નાગાર્જુનએ શૂટિંગની 2 તસ્વીર શેર કરી છે. જેમાં રણબીર, આલિયા અને અયાન સાથે નજરે આવી રહ્યો છે. નાગાર્જુનએ આ સાથે જ લખ્યું હતું કે, બ્રહ્માસ્ત્રમાં મારું કામ પૂરું થઇ ગયું છે. રણબીર કપૂર અને આલિયા સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ફિલ્મથી જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, બ્રહ્માસ્ત્રના મુંબઈના શેડ્યુઅલ શૂટિંગ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જેથી ફિલ્મથી જોડાયેલી કોઈ જાણકારી લીક ના થાય. ફિલ્મનું શૂટિંગ જલ્દી જ પૂરું થઇ જશે. આ ફિલ્મ હિન્દી સિવાય, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય લીડ રોલમાં નજરે આવશે.

નોંધનીય છે કે, 2020માં કોરોના વાયરસને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ઘણી પ્રભાવિત થઇ હતી. લોકડાઉનને કારણે બધા જ ફિલ્મનું શૂટિંગ રોકાઈ ગયું હતું. જેના કારણે ફિલ્મ રિલીઝ થઇ ના હતી. બ્રહ્માસ્ત્ર પહેલા 2020માં ક્રિસમસ પર રીલિઝ થવાની હતી. ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યો છે. જેનું એલાન 2017માં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ટ્રિલોજી છે. આ ફિલ્મનું શૂટિંગ બુલ્ગારિયામાં શરૂ થયું હતું. આ બાદ લંડન, ન્યુયોર્ક, એડિનબર્ગ અને વારાણસીમાં શૂટિંગ થયું હતું.

 

 

 

Published On - 3:38 pm, Tue, 16 February 21

Next Article