નિતેશ તિવારીની ફિલ્મ રામાયણથી સાંઈ પલ્લવી બોલિવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે. જેમાં તે સીતા માતાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ બાદ અભિનેત્રીની ખુબ ચર્ચા થઈ રહી છે. થોડા દિવસ પહેલા કોઈ ફિલ્મને લઈને નહિ પરંતુ એક વિવાદિત નિવેદનને લઈ સાંઈ પલ્લવી ચર્ચામાં આવી હતી. તેનો એક જૂનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તે અલચોનાનો સામનો કરવો પડ્યો છે. હવે ભારતીય સેના પર વિવાદિત આપ્યા બાદ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર Boycott કરવાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર #BoycottSaiPallavi ટ્રેન્ડ કરી રહ્યો છે.
સાંઈ પલ્લવીએ એવું શું કર્યું છે કે, લોકો ગુસ્સે થઈ રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ક્લિપથી લોકો ગુસ્સે થયા છે. જાન્યુઆરી 2022ના એક ઈન્ટરવ્યુનો છે. સાઈ પલ્લવી જે કહી રહી હતી, હિંસાના મુદ્દાને સમજવામાં આપણે અસફળ રહ્યા છે. ઉદાહરણ માટે તેમણે જે કહ્યું કે, તે બાદ લોકો ગુસ્સે થઈ રહ્યા છે. તેમણે વાયરલ વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે કે, પાકિસ્તાનમાં લોકો વિચારે છે કે, આપણી સેના એક આતંકવાદી સમુહ છે. પરંતુ આપણા માટે તેની સેના આવી છે.
Sai Pallavi called Indian Army ‘Pakistani Terrorist’, people’s patriotism got hurt- tell me how many innocent people we killed..!!#BoycottSaiPallavi pic.twitter.com/Uo0fGXT4eS
— Vivek Sharma (@_Mr_Vivek_) October 28, 2024
ઈન્ડિયન આર્મી પર વિવાદિત નિવેદન આપ્યા બાદ હાલમાં સાંઈ પલ્લવીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી. વિવાદ વચ્ચે અભિનેત્રીએ પોતાની પહેલી પોસ્ટ શેર કરતા હલચલ મચી ગઈ હતી. ફોટોમાં જોઈ શકાય છે કે, તેમણે મેજર મુકુંદ વરદરાજન એસ પી અને સિપાઈને શ્રદ્ધાજંલિ આપતા જોઈ શકાય છે. ફિલ્મ અમરન મેજર મુકુંદના જીવન પર આધારિત છે. રાજકુમાર પેરિયાસામી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સાંઈ પલ્લવી સિવાય શિવકાર્તિકેયન છે. જે મેજર મુકુંદના પાત્રમાં જોવા મળશે.
સાંઈ પલ્લવી પોતાના કરિયર ગ્રાફ ખુબ ઉંચે પહોંચ્યો છે. અભિનેત્રી હાલમાં મોટા બનેર હેઠળ બની રહેલી ફિલ્મમાં કામ કરી રહી છે. 31 ઓક્ટોબરના રોજ તમિલ ફિલ્મ અમરન રિલીઝ થવા માટે તૈયાર છે. સાંઈ પલ્લવી ટુંક સમયમાં નાગા ચૈતન્યની સાથે પણ જોવા મળશે. અભિનેત્રી નિતેશ તિવારીની રામાયણમાં રણબીર કપૂરની સાથે માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે.