Boycott Radhe : સુશાંતના ચાહકોએ Salman Khan સામે ખોલયો મોરચો, ઉઠી ‘રાધે’ને બોયકોટ કરવાની માંગ

|

May 14, 2021 | 1:17 PM

એક્શન અને રોમાંસથી સજ્જ આ ફિલ્મ કેટલાક લોકોને પસંદ આવી છે, પરંતુ બીજા કેટલાક લોકો પણ છે જે ફિલ્મનો બોયકોટ કરી રહ્યા છે.

Boycott Radhe : સુશાંતના ચાહકોએ Salman Khan સામે ખોલયો મોરચો, ઉઠી રાધેને બોયકોટ કરવાની માંગ
Salman Khan

Follow us on

બોલિવૂડની દબંગ ખાનની ફિલ્મ ‘રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ પ્રેક્ષકોમાં આવી પહોંચી છે. એક્શન અને રોમાંસથી સજ્જ આ ફિલ્મ કેટલાક લોકોને પસંદ આવી છે, પરંતુ બીજા કેટલાક લોકો પણ છે જે ફિલ્મનો બોયકોટ કરી રહ્યા છે.

રાધેની રજૂઆતના કલાકોમાં જ, ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠવા લાગી છે. હેશટેગ ‘ રાધે ફિલ્મ કા બહિષ્કાર કરો’ ટ્વિટર પર બીજા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે નહીં કે આ ટ્રેન્ડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના ચાહકો ચલાવી રહ્યા છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

જો કે આપણે બધા જાણીએ છીએ કે ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછીથી તેમના માટે ન્યાયની માંગ સતત ટ્વિટર દ્વારા કરવામાં આવી રહી છે. હવે જ્યારે સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે ફરી એકવાર બોલીવુડની હસ્તીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્રણ અઠવાડિયા પહેલા જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે પણ ‘રાધે’ નો બહિષ્કાર કરવાની માંગ ટ્વિટર પર ઉઠી હતી.

અહીં વાંચો યુઝર્સના રિએકશન

એક યુઝરે લખ્યું – બોલીવુડના માફિયા અને દેશ વિરોધી અને ડ્રગ લેવા વાળા લોકોના અંડરવર્લ્ડ સાથે ઉડા સંબંધ છે. આપણી મહેનતની કમાણી આના પર ખર્ચ કરવામાં આવતી હતી, પરંતુ હવે નહી. રાધે ફિલ્મનો બહિષ્કાર કરોનાં ટ્રેંડને સપોર્ટ આપો.

એકે લખ્યું – જ્યારે પણ હું આ અભિનેતા સલમાન ખાનને જોઉં છું, તો હું સુશાંતની હત્યાના રહસ્ય વિશે વિચારવાનું શરૂ કરું છું, જે હજી વણઉકેલાયેલ છે. મિસ યુ સુશાંત ભાઈ

 

https://twitter.com/RinkiRRajput1/status/1392800828784746496

 

 

https://twitter.com/Pari12345666/status/1392774054583554050

 

https://twitter.com/i_am__deepak_/status/1392787538541043716

આ સાથે જ કેટલાક લોકો એવા પણ છે કે જે સલમાનની આ ફિલ્મ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું – છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદુઓની ભાવનાઓની મજાક ઉડાવવાનો ટ્રેન્ડ બની ગયો છે. આવી વસ્તુઓ ફિલ્મો અને કોમેડી શોમાં જોવા મળી રહી છે.

 

જો કે, ફિલ્મમાં અમને એવું કશું નથી જોવા મળ્યું કે જેથી એવું માનવામાં આવે કે ફિલ્મ રાધેમાં હિન્દુઓની લાગણીનું અપમાન કરવામાં આવ્યું હોય. જો કે, એવું પણ બને કે લોકોને સલમાન ખાનનું રાધે નામ રાખવું ગમ્યું ન હોય.

તમને જણાવી દઈએ કે રાધે આમ તો થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાવાયરસને કારણે થિયેટરનું રિલીઝ રદ કરાયું હતું. આ ફિલ્મ ગુરુવારે જી5 પર રિલીઝ થઈ છે. આ સિવાય ઓવરસીઝમાં પણ આ ફિલ્મ અનેક સ્ક્રીનો પર રિલીઝ થઈ હતી. ફિલ્મના પ્રેક્ષકો આતુરતાથી રાહ જોતા હતા, પરંતુ સલમાનની આ ફિલ્મ જોઇને તેમના ઘણા ચાહકો નિરાશ થયા છે.

Next Article