Box Office Collection: 100 કરોડના ક્લબમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ની એન્ટ્રી, આલિયા ભટ્ટે આ રીતે કર્યુ સેલિબ્રેશન

'ગંગુબાઈ કાઠિયાવાડી'માં આલિયાને એક છોકરી તરીકે બતાવવામાં આવી છે જેને સેક્સ વર્કમાં વેચવામાં આવી છે. આ ફિલ્મમાં વિજય રાઝ અને અજય દેવગણ પણ છે.

Box Office Collection: 100 કરોડના ક્લબમાં ગંગુબાઈ કાઠિયાવાડી ની એન્ટ્રી, આલિયા ભટ્ટે આ રીતે કર્યુ સેલિબ્રેશન
Actress Alia Bhatt (File Photo)
| Edited By: | Updated on: Mar 11, 2022 | 7:15 AM

Box Office Collection:  તાજેતરમાં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali) ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘ (Gangubai Kathiawadi) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટની એક્ટિંગ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મની કહાનીથી લઈને દરેક કલાકારની એક્ટિંગ અને ઉત્કૃષ્ટ સિનેમેટોગ્રાફી લોકોને આકર્ષિત કરી રહી છે.

અભિનેત્રી આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ બોક્સ ઓફિસ પર 102.68 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અભિનેત્રીએ આ સમાચાર તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યા છે. બાદમાં તેણે બર્ગર અને ફ્રાઈસનો આનંદ માણતાની તસવીરો શેર કરી અને તેની ફિલ્મ પર પ્રેમ વરસાવવા બદલ તેના ચાહકોનો આભાર માન્યો.

ફિલ્મની સફળતાનો આનંદ માણી રહી છે આલિયા

આલિયાએ(Actress Alia Bhatt)  તેની ઘણી તસવીરો શેર કરી હતી,પોસ્ટને કેપ્શન આપકા તેણે લખ્યુ કે, “હેપ્પી સેન્ચુરી ટુ ગંગુબાઈ અને હેપ્પી વેગન બર્ગર + ફ્રાય ટુ આલિયા. તમારા બધા પ્રેમ માટે આભાર.”

અભિનેતા રણવીર સિંહે “નોમનોમ” કહીને આ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. એક ચાહકે લખ્યુ, “ફૂડી આલિયા.” એક ચાહકે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ડાયલોગ સાથે કોમેન્ટ કરી, “ગંગુ ચાંદ થી, ઔર વો ચાંદ હી રહેગી.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,”તમારાથી સારૂ ગંગુબાઈ કાઠિયાવાડીનુ પાત્ર કોઈ ભજવી શકે નહીં.” આ સિવાય અન્ય કેટલાક ચાહકો પણ આલિયાની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

ગયા મહિને PTI સાથેના એક ઇન્ટરવ્યુમાં, આલિયાએ જણાવ્યું હતું કે તેણે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે કેવી રીતે તૈયારી કરી હતી. તેણે કહ્યું,સંજયજી ઇચ્છતા હતા કે હું મીના કુમારીનું ઘણું કામ, તેના હાવભાવ… તે જે રીતે ગીત ગાય છે તે જોઉં, જોકે હું ફિલ્મમાં ગીતો ગાવા માટે બહાર નથી જતી.

આલિયાએ કહ્યું, “એક્ટર બનવું એક વાત છે અને હિરોઈન બનવું બીજી વાત છે. મને આ ફિલ્મો જોવા માટે ઓળખવામાં આવે છે અને જ્યારે પણ હું કરું છું, ત્યારે મને ફક્ત પ્રશંશા જ મળે છે, પછી તે વહીદા રહેમાન જી, શબાના આઝમી જી હોય કે મધુબાલા જી માટે …..

આલિયાની એક્ટિંગની થઈ રહી છે પ્રશંશા

‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં આલિયાને એક છોકરી તરીકે બતાવવામાં આવી છે જેને સેક્સ વર્કમાં વેચવામાં આવી છે. જો કે બાદમાં તે કમાઠીપુરાને તેના નેતા અને માતૃપક્ષ તરીકે લે છે. આ ફિલ્મમાં વિજય રાઝ અને અજય દેવગણ પણ છે.

 

આ પણ વાંચો : આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ નિહાળી, આપ્યું કંઈક આવું રીએક્શન

આ પણ વાંચો : કેટરીના કૈફે અભિનેતા ધૈર્ય કારવા સાથે ફ્લર્ટ કરતી જોવા મળી, ચાહકોએ પતિ વિકી કૌશલને કર્યો ટ્રોલ