
ભારતના 2 ફેમસ પંજાબી સિંગર હની સિંહ અને કરણ ઔજાલ મુસીબતમાં ફસાયો છે. યો યો હની સિંહ અને કરણ ઔજાલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ બંન્ને કલાકારોના ગીત પર કેટલાક આરોપ લગાવવામાં આવ્યા છે અને પંજાબ રાજ્ય મહિલા આયોગે આ બાબતની નોંધ લીધી છે. છેલ્લા ઘણા દિવસોથી કરણ ઔજલાના ગીત ‘MF ગબરુ’ પર વિવાદ ચાલી રહ્યો છે. હવે આ ગીત તેમના માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, પંજાબ રાજ્ય મહિલા આયોગે હવે હની સિંહ અને કરણ ઔજાલ પર કાર્યવાહીની માંગ કરી છે. પંજાબ રાજ્ય મહિલા અયોગે આ ઘટનાની નોંધ લીધી છે. પંજાબ રાજ્ય મહિલા આયોગે પંજાબના ડીજીપીને આ મામલે પત્ર લખ્યો અને તેની સામે કાર્યવાહીની માંગ કરી છે. આટલું જ નહી હવે હની સિંહ અને કરણ ઔજાલન 11 ઓગસ્ટના રોજ મહિલા આયોગ સામે રજુ થવા પણ કહેવામાં આવ્યું છે. આ બંન્ને પર આરોપ છે કે, તેના ગીતમાં મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
યો યો હની સિંહના ગીત મિલિયેનયર અને કરણ ઔજાલના ગીત એમએફ ગબરુ પર બબાલ ચાલી રહ્યો છે. સિંગરના આ ગીતને પંજાબની સંસ્કૃતિ વિરુદ્ધ બતાવી આનો વિરોધ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, કરણ ઔજાલના ગીત એમએફ ગબરુને યુટ્યુબ પર 6 દિવસની અંદાર 34 મિલિયન વ્યુ મળી ચૂક્યા છે.
બીજી બાજુ હની સિંહના જે ગીત પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી રહી છે. તે 11 મહિના પહેલા યુટ્યુબ પર રિલીઝ થયું હતુ. હની સિંહના ગીત મિલિયેનયર પર 396 વ્યુ આવી ચુક્યા છે. આ ગીત ખુબ ફેમસ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી. જ્યારે હની સિંહ પોતાના કોઈ ગીતના કારણે વિવાદમાં ફસાયો હોય કોન્ટ્રવર્સીની સાથે હની સિંહનો જુનો સંબંધ છે.